IndiaStory

ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા દેશની સૌથી મોટી FIR 4 દિવસથી લખાઈ રહી છે, હજુ 3 દિવસ લાગશે

ઉત્તરપ્રદેશમાં એક એફઆઈઆર એ પોલીસને હેરાન કરી દીધા છે.યુપી ના કાશીપુર પોલીસ સ્ટેશનમાં દેશની અત્યાર સુધીની સૌથી મોટી એફઆઈઆર લખાઈ રહી છે. આ ફરિયાદ લખતાં લખતાં ચાર દિવસ થઈ ચૂક્યાં છે. હજુ સુધી આ એફઆઈઆર પૂરી નથી થઈ. આખી એફઆરઆઈ લખતા હજી 3 દિવસ લાગી શકે છે.

ઘટના ની વાત કરીએ તો આ એફઆરઆઈ અટલ આયુષ્માન યોજના સાથે જોડાયેલી છે. જેમાં બે મોટી હોસ્પિટલનું નામ જોડાયેલું છે. તેમની સામે એફઆઈઆર તૈયાર કરવામાં પોલીસ માટે મોટો માથાના દુઃખાવા સમાન છે.  પોલીસના એફઆઈઆર ટાઈપ કરનાર સોફ્ટવેરની ક્ષમતા દસ હજાર શબ્દોથી વધારે નથી હોતી. જો કે આ એફઆરઆઈ માટે બે અરજી સોંપવામાં આવી હતી. જેમાં એક 64 પેજની છે અને બીજી 24 પેજની છે. અરજીમાં માહિતી ખુબ જ હોવાથી તે ઓનલાઇન પણ ટાઈપ કરી શકાય તેમ નથી.

સ્વાસ્થ્ય વિભાગની ટીમે અટલ આયુષ્માન યોજના હેઠળ એમપી હોસ્પિટલ અને દેવકી નંદન હોસ્પિટલમાં ગોટાળો પકડ્યો હતો.  બન્ને હોસ્પિટલ સંચાલકો તરફથી રોગીઓના નકલી ઉપચાર બિલની રકમ વસૂલવાના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.દર્દીઓ જ્યારે સારવાર પછી ડિસ્ચાર્જ થઈ જતાં હતાં ત્યારે અનેક લોકોને ખોટા દર્દી બનાવીને હોસ્પિટલમાં ભરતી બતાવવામાં આવતાં હતાં. આઈસીયુમાં પણ વધારે રોગીઓની સારવાર બતાવવામાં આવી હતી.

અને વાત હજી પુરી નથી થતી.મુશ્કેલી આ એફઆઈઆરમાં લખવા સુધી મર્યાદિત નથી. જ્યારે પોલીસ આટલી મોટી એફઆઈઆરની તપાસ કરશે ત્યારે ઓછામાં ઓછું એક ફોર્મ કાપવામાં 15 દિવસનો સમય લાગી શકે છે.જ્યારે તપાસની અંતિમ તારીખ 3 મહિના રાખવામાં આવી છે જે કોઈપણ રીતે પૂર્ણ કરી શકાતી નથી. પોલીસ માટે પ્રથમ પડકાર એ છે કે તે નોંધણી અને પછી તેને સમજાવવું, બંને સરળ નથી.

Back to top button