AhmedabadGujarat

15મી ઓક્ટોબર સુધી ટ્રાફિક નિયમોમાં સરકારે રાહત આપી છે પણ પોલીસ હજુ વાહનચાલકોના મેમો ફાડી રહી છે

દેશ સહીત ગુજરાતમાં ટ્રાફિકના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા પણ લોકોના આક્રોશ બાદ રાજ્ય સરકાર તેમાં થોડી રાહત આપવામાં આવી હતી. છતાં લોકો હજી જાગૃત ન હોવાથી અને પીયુસી માટે લાંબી લાઈનો લગતા સરકાર એક્શનમાં આવી છે.રાજ્ય સરકારે જાહેરાત કરી કે ટ્રાફિકના નવા નિયમો મુજબ લેવાતા દંડમાં 15મી ઓક્ટોબર સુધી રાહત આપવામાં આવી છે.

હેલ્મેટ અને PUC નહીં હોય તો પણ 15મી ઓક્ટોબર સુધી નવા નિયમો મુજબ દંડ લેવાશે નહીં. સરકારની આ જાહેરાતથી અજાણ ટ્રાફિક પોલીસે દંડ લેવાનું ચાલુ જ રાખ્યું હતું.

હેલ્મેટ ચાર રસ્તા પાસે તો પોલીસ હેલ્મેટ વિનાના વાહનચાલકોને પકડીને તેમની પાસેથી દંડ લેતી હતી. ટ્રાફિક પોલીસે જણાવ્યું કે સરકારે નાગરિકોને શાંત કરવા માટે જાહેરાત કરી હશે. અમને આ પ્રકારની કોઈ સૂચના હજુ સુધી મળી નથી.ટ્રાફિક પોલીસે  એક ટુ-વ્હીલરચાલક પાસેથી હેલ્મેટ ન પહેરવા બદલ 2500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આ વાહનચાલક પાસે હેલ્મેટ ના હોવા ઉપરાંત લાઈસન્સ પણ નહોતું.

ડીસીપી તેજસ પટેલે કહ્યું કે ટ્રાફિક પોલીસ વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ દંડ ફટકારી રહી છે કારણકે હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર સૂચના મળી નથી.  ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરનારા તમામ વાહનચાલકો પાસેથી સુધારેલા મોટર વ્હીકલ એક્ટ હેઠળ જ દંડ વસૂલ્યો હતો.

Back to top button