CrimeGujarat

ભાજપ અગ્રણીના રિસોર્ટમાં SOGના નિવૃત્ત ASIની પાર્ટીમાં પોલીસના દરોડા: 8 પોલીસ પીધેલા મળ્યા,

રાજકોટમાં  ક્રિષ્ના વોટર પાર્કમાં ગુરુવારે રાત્રે નિવૃત્ત એએસઆઈ રાજભા વાઘેલાએ જન્મદિવસ નિમિત્તે પાર્ટી આપી હતી જેમાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ચાર એએસઆઈ, એક કોન્સ્ટેબલ અને એક રિટાયર્ડ ડીવાયએસપી સહિત કુલ 8 પોલીસ અધિકારીઓ પીધેલી હાલતમાં પકડાયા હતા. નશાની હાલતમાં 10 લોકો હોવાનું જાણવા મળ્યું છે. 10માંથી 5 પાસે પરમીટ હતી તેવી માહિતી મળી રહી છે.આપને જણાવી દઈએ કે આ ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ જાણતા જાણે છે કે ગલીએ ગલીએ દારૂનો વેપાર ચાલી રહ્યો છે. આવામાં ગુજરાત પોલીસના અધિકારીઓ જ દારૂની મહેફિલ માણતા ઝડપાય તો લોકો હવે કોના પર આશા રાખી શકે. પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ શહેર પોલીસ પહોંચી તો ખરી પણ ત્યાં તો પોલીસને જ મહેફિલ માણતા જોઈને તેઓ ચોંકી ગયા હતા.

પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા અને તેમાંથી 15 લોકોને પોલીસે ભગાડી મૂક્યા હતા. એસીપી ટંડેલની આગેવાનીમાં પોલીસ કાફલો પહોંચ્યો હતો અને પોલીસે વોટરપાર્કની અંદર જતાની સાથે જ તમામ ગેટ બંધ કરી મીડિયાને અટકાવી દેવામાં આવ્યા હતા.પ્રાપ્ત વિગતો મુજબ પાર્ટીમાં 45થી વધુ લોકો હાજર હતા. લોકોએ તપાસ કરતાં 15થી વધુ લોકો વોટરપાર્કની દીવાલ કૂદીને ખેતરમાં ભાગતા જોવા મળ્યા હતા.

હવે પ્રશ્નો તો એ છે કે આ પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો?, કોણ લાવ્યું? આ સાથે જ ક્રિષ્ના વોટરપાર્ક ભાજપના આગેવાન હરિ પટેલનું હોવાનું જાણવા મળ્યું હતું. હેલ્થ પરમિટના નિયમ મુજબ તબીબની ભલામણને કારણે પરમિટધારક પોતાના ઘરે પરમિટના દારૂનું સેવન કરી શકે છે પરંતુ નશાખોર હાલતમાં ઘરની બહાર નીકળવો જોઇએ નહીં.

Back to top button