India

PUC નહોતું તો ટ્રાફિક પોલીસે મેમો આપ્યો, વાહનચાલક પણ અધિકારી જ નીકળ્યો અને પછી….

હાલમાં દેશમાં ટ્રાફિકના નવા નિયમો નો કડક અમલ શરુ થઇ ગયો છે જેમાં અનેક અધિકારીઓ પણ ઝપેટમાં આવી રહ્યા છે.ઉત્તર પ્રદેશના મેરઠમાં વીજળી વિભાગના એક એન્જિનિયરને મેમો આપવો ભારે પડ્યો હતો. પોલીસે મેમો ફાડ્યો તો જૂનિયર એન્જિનિયરે મેમો મળતાં એક પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. પોલીસને વીજળી વિના રહેવું પડ્યું.

જૂનિયર એન્જિનિયર સોમ પ્રકાશ ગર્ગ પોતાની બાઈક લઈને જતા હતા એ વખતે ટ્રાફિક પોલીસે તેમને રોક્યા હતા અને જરૂરી દસ્તાવેજો માગ્યા. તેમની પાસે PUC નહોતું જેથી ટ્રાફિક પોલીસે મેમો ફટકાર્યો. પહેલા તો તેમણે પોતે વીજળી વિભાગના અધિકારી હોવાનું કહ્યું પણ પોલીસે તો મેમો હાથમાં પકડાવી દીધો.

બસ પછી શું, મેમો મળતાં જ એન્જિનિયર સોમ પ્રકાશ નારાજ થયા. તેઓ ઓફિસે ગયા અને પોલીસ સ્ટેશનનું વીજ કનેક્શન કાપી નાખ્યું. તેજગઢ ચોકીનો પણ વીજ પુરવઠો બંધ કર્યો હતો. 4 કલાક સુધી લાઈટ ન આવતા પોલીસકર્મી હેરાન થઈ ગયા હતા. જો કે ઉચ્ચ અધિકારીઓનને ખબર પડતા બાદમાં વીજળી ચાલુ કરવામાં આવી હતી.

આમ મેમો ને લીધે પોલીસ અને વીજળી વિભાગ વચ્ચે જાણે માથાકૂટ જ થઇ ગઈ હતી. વીજળી વિભાગના અધિકારીઓએ કહ્યું કે પોલીસ સ્ટેશનનું 1,67,000 રૂપિયાનું બીલ બાકી છે એટલે વીજ કનેક્શન કાપી દીધું છે .વીજળી વિભાગ લાઈટ બીલ ન ભરનારા લોકો સામે અભિયાન ચલાવી રહ્યો છે. જેમાં વીજ કનેક્શન કપાઈ રહ્યા છે.

Back to top button