IndiaStory

વિકાસની વાસ્તવિકતા: શબવાહિની ન મળી તો પત્નીના મૃતદેહને ટ્રોલી પર રાખીને 45 કિમી દૂર ઘરે લઈ ગયો પતિ

આપણે દેશમાં વિકાસની વાતો કરી રહ્યા છીએ પણ દેશમાંએક વર્ગ  એવો છે જેને મરી ગયા પછી પણ મૃતદેહ લઇ જવા માટે એમ્બ્યુલન્સ નથી મળતી.ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં શબવાહિની નહીં મળવાના કારણે એક વ્યક્તિ તેની પત્નીના  મરતુદેહને લઈને 45 કિલોમીટર ચાલ્યો.

એમ્બ્યુલન્સે  તેની પત્નીન મૃતદેહને ઘરે લઈ જવા માટે નકારી કાઢ્યા પછી, એક વ્યક્તિ તેના જીવનસાથીના નશ્વર દેહને ટ્રોલી રિક્ષામાં લઈ ગયા. પ્રયાગરાજના શંકરગઢ વિસ્તારમાં રહેતા કલ્લુએ તેની પત્નીને શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેને હોસ્પિટલમાં લાવવામાં આવી કે જ્યાં ઈલાજ દરમિયાન તેનું મોત થયું હતું.

આ વ્યક્તિએ હોસ્પિટલને જણાવ્યું કે પત્નીના શબને ઘરે લઈ જવા માટે વાહન જોઈએ છે. પણ હોસ્પિટલ દ્વારા વાહન ન મળતા તે મૃતદેહને 45 કિલોમીટર દૂર પોતાના ઘરે લઇ ગયો હતો.રસ્તા પર આ દ્રશ્ય જોઈને લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. લોકોએ સરકારની વ્યવસ્થાઓ પર સવાલ પણ ઉઠાવ્યા કે જેમાં દરેક શહેરમાં શબવાહિની હોવાના દાવા કરવામાં આવ્યા હતા.

કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે. જો કે આ મુદ્દે હોસ્પિટલના ચિકિત્સા અધીક્ષકે જણાવ્યું કે સોના નામના કોઈ દર્દીનો અહીં દાખલ થયા હોય તેવો રેકોર્ડ નથી. આ મહિલાનુ મૃતદેહનું પ્રમાણપત્ર પણ અહીંથી આપવામાં આવ્યું નથી.

Back to top button