IndiaInternationalNarendra Modi

અમેરીકામાં “મોદી મોદી” ,હાઉડી મોદી કાર્યક્રમને લઈને ઉત્સાહનો માહોલ, 1000 ગુજરાતીઓ દાંડિયા રમીને કરશે સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકા પહોંચી ચૂક્યાં છે. ભારતથી ઉડાન ભર્યા બાદ એર ઈન્ડિયાનું વિમાન શનિવારે સવારે જર્મનીના ફ્રેંકફર્ટમાં બે કલાક રોકાયું હતું. જર્મનીમાં ભારતીય રાજદૂત મુક્તા તોમર અને મહાવાણિજ્યદૂત પ્રતિભા પાર્કરે વડાપ્રધાનની મુલાકાત કરી હતી. હ્યુસ્ટનમાં વડાપ્રધાનનો કાર્યક્રમ આ મુજબ છે:

નરેન્દ્ર મોદી અમેરિકાના હ્યુસ્ટનમાં સાંજે 6 કલાકે તેલ ક્ષેત્રના સીઈઓ સાથે બેઠક કરશે. આ રાઉન્ડ ટેબલ મીટિંગમાં 16 કંપનીઓના સીઈઓ અને પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. વડાપ્રધાન કેટલાક સ્ટાર્ટઅપના ઉચ્ચ અધિકારીઓને પણ મળી શકે છે અને ભારતમાં તેમનું સ્વાગત કરવા આમંત્રણ આપી શકે છે.

આ મીટિંગ બાદ પીએમ મોદી સાંજે 7:35 કલાકે ભારતીય મૂળના લોકો સાથે વાતચીત કરશે.પછી વડાપ્રધાન હ્યુસ્ટનમાં પચાસ હજાર ભારતીયોની હાજરીમાં ‘હાઉડી મોદી’ કાર્યક્રમને સંબોધન કરશે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે.હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન થશે. આ કાર્યક્રમમાં હાજરી આપનાર પચાસ હજારથી વધારે લોકો માટે સ્ટેડિયમનો ગેટ સવારે 9 કલાકે ખુલશે. આ કાર્યક્રમ સ્થાનીક સમયાનુસાર બપોરે 12:30 સુધી ચાલશે.

સમગ્ર હ્યુસ્ટનમાં કાર્યક્રમના બિલબોર્ડ્સ બનાવવામાં આવ્યાં છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતના લખાણો લખવામા આવ્યા છે.વડાપ્રધાન બન્યા પછી મોદીએ 2014માં અને 2015માં અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. તે સમયે યોજાયેલા કાર્યક્રમમાં 18 હજાર લોકોને સંબોધન કર્યું હતું. હ્યુસ્ટનનો કાર્યક્રમ ત્રણ ગણો મોટો છે. આ માટે 1100થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે.

Back to top button