IndiaStory

બેંક ખાતામાં ભૂલથી 40 લાખ રૂપિયા આવી ગયા હતા, 7 વર્ષ જલસા કર્યા પણ હવે થઇ જેલ

જો કોઈની ભૂલને લીધે તમારા બેંક ખાતામાં પૈસા આવ્યા છે તો તમે તેને પાછા આપો. નહીં તો તમારે જેલની હવા ખાવી પડી શકે છે. તે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ 403 અને 120 બી હેઠળ ગુનો છે. આવા જ કેસમાં તમિળનાડુના તિરૂપુરમાં એક દંપતીને ત્રણ વર્ષની જેલની સજા મળી.

વર્ષ ૨૦૧૨ માં 40 લાખ રૂપિયા ગુણાસ્કરણ અને તેની પત્ની રાધાના ખાતામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે ન તો તેમના ખાતામાં પૈસા કેવી રીતે આવ્યા તે જાણવાનો પ્રયાસ કર્યો ન તો આ નાણાં પરત કરવા માટે કોઈ પગલા લીધાં. તેણે આ પૈસા ખાતામાંથી કાઢીને ખર્ચ કર્યો.આ પૈસાથી તેણે ઘર ખરીદ્યું અને તેની પુત્રીના લગ્નમાં ખર્ચ કર્યો હતો. જોકે તે કાયદાના લાંબા હાથથી છટકી શક્યો ન હતો અને હવે સાત વર્ષ બાદ તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નીચલી અદાલતે તેમને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી.

આ નાણાં સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ કાર્ય માટે બહાર પાડવામાં આવ્યા હતા.આ પૈસા જાહેર બાંધકામ વિભાગના એક્ઝિક્યુટિવ ઇજનેરના ખાતામાં જવાના હતા પરંતુ આકસ્મિક ગુણાસ્કારનના ખાતામાં ગયા. આ પછી ગુણાસકરન મૌન રહ્યા અને તેના વિશે કોઈ માહિતી આપી નહીં. 40 લાખ રૂપિયા તેના ખાતામાં કેવી રીતે આવ્યા તે જાણવાની પણ તેમણે કોશિશ કરી નહીં.

કોર્ટમાં નોંધાયેલા કેસ મુજબ ગુણાસ્કરણનું તિરુપુર સ્થિત કોર્પોરેશન બેંકમાં બચત ખાતું છે. જાહેર બાંધકામ વિભાગના કાર્યકારી ઇજનેરનું પણ આ બેંકમાં ખાતું છે. 40 લાખ રૂપિયા આકસ્મિક રીતે એક્ઝિક્યુટિવ ઇજનેરના ખાતાને બદલે ગુણાસ્કરણના ખાતામાં ગયા હતા. રસપ્રદ વાત એ છે કે તેની માહિતી જાહેર બાંધકામ વિભાગને 8 મહિના સુધી નહોતી ગઈ કે પૈસા કોઈ બીજાના ખાતામાં ગયા છે.

બેંકના સહાયક જનરલ મેનેજર નરસિંહ ગિરીએ ગુણાસ્કરણ સામે તિરૂપુર શહેરની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગુણાસ્કારન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 403 અને 120 બી હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.હવે તિરુપુરની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ II ના ન્યાયાધીશ ડી તિરુવુકકરસુએ ગુનાસ્કરણ અને તેની પત્નીને આ કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવી છે. આ પછી, તેની ધરપકડ કરવામાં આવી અને કોઈમ્બતુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવી.

Back to top button