Gujarat

રાજ્યમાં આગામી 36 કલાકમા અતિભારે વરસાદની આગાહી, દાહોદમાં તોફાની વરસાદ

રાજ્યમાં હજુ પણ વરસાદ ચાલુ જ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક છાંટા પડી રહ્યા છે.હવામાન નિષ્ણાતોનું માનીએ તો આવતા અઠવાડિયાએ એટલે કે  નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

સોમવાર અને મંગળવારે અમદાવાદ સહિત ગાંધીનગર,મહેસાણા, સાબરકાંઠા, દાહોદ, ખેડા, મહિસાગર અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં વરસાદની આગાહી છે. 25 અને 26 તારીખના રોજ સુરેન્દ્રગર, બોટાદ, ભાવગનર, અમરેલી, રાજકોટ સહિત કચ્છમાં વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાનમાં પણ ઘાટાડો નોંધાયો છે. દાહોદમાં ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં 50 મીમી વરસાદ પડ્યો હતો ત્યારે સાંજના ચાર વાગ્યાથી છ વાગ્યાના સમય ગાળામાં ઝાલોદમાં પણ 54 મીમી વરસાદ પડી જતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. બારિયામાં 4 મીમી, ધાનપુરમાં 1 મીમી, લીમખેડામાં 7 મીમી અને સિંગવડમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.

Back to top button