InternationalNarendra Modi

USમાં ઈમરાન ખાનની આબરુ જુઓ, સ્વાગત માટે ફક્ત 1 ફૂટનું જ કાર્પેટ પથરાયું

USA માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અતિભવ્ય સ્વાગત થયું હતું તો બીજી બાજુ Pakistan ના PM ઈમરાન ખાનની તો જાણે અમેરિકાએ દરકાર જ નથી લીધી. પાકિસ્તાનના વડાપ્રધાન સાઉદીના વિમાનથી ન્યૂ યૉર્ક પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે કોઈ મોટા અધિકારી હાજર નહોતા.  ઈમરાન ખાન આગળ માત્ર એક ફૂટનું રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું એ જોઈને સૌ ચોંકી ગયા હતા. બીજી તરફ મોદીનું જોરદાર સ્વાગત થયું.

પાકિસ્તાનના મંત્રી અમેરિકામાં મોદીના ભવ્ય સ્વાગત અને ઈમરાન ખાનને મહત્વ ન અપાતા ગુસ્સે થઇ ગયા અને કાશ્મીર મુદ્દે અમેરિકાને ભારતની પડખે આવતું જોઈ પાકિસ્તાનના મંત્રી શેખ રશીદે કહ્યું કે કાશ્મીર મુદ્દે અમેરિકા પર વિશ્વાસ ન કરી શકાય.

પાકિસ્તાનના લોકો પણ PM ઈમરાનની મજાક ઉડાવી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે  PM ઈમરાન ખાનનું અમેરિકામાં વિશાળ રેડ કાર્પેટ વેલકમ થયું. કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાના ભારતના નિર્ણય પર બોખલાયેલા પાકિસ્તાનના તમામ નેતાઓમાંથી એક શેખ રશીદે યુદ્ધના ઉન્માદમાં થોડા દિવસ પહેલા ત્યાં સુધીની ભવિષ્યવાણી કરી દીધી હતી.

Back to top button