IndiaStoryUSA

iPhone 11 25,900 રૂપિયા ઓછા આપીને ખરીદી શકશો, જાણો કઈ રીતે

Apple એ તાજેતરમાં જ Iphone  11, આઇફોન 11 પ્રો અને આઇફોન 11 પ્રો મેક્સ લોન્ચ કર્યા છે. તેની ડિઝાઇનને કારણે આ વખતે લોકોમાં ખાસ ક્રેઝ નહીં જોવા મળતો પરંતુ હજી પણ એપલના ચાહકો તો ખરીદવા માટે ઉત્સુક જ છે.ભારતમાં આઇફોન 11 સીરીઝની કિંમત જાહેર કરવામાં આવી છે. ભારતમાં આઇફોન 11 ના બેઝ મોડેલની કિંમત 64,900 રૂપિયા છે.પરંતુ તમે તેને 39000 રૂપિયામાં ખરીદી શકો છો.ભારતમાં ખાસ Offer માં આ મોડેલ પર 6000 રૂપિયાનું કેશબેક મળશે.

આઇફોન 11 સીરીઝ 27 સપ્ટેમ્બરથી ભારતમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. જો તમે HDFC કાર્ડના ઉપયોગકર્તા છો અને તમે તેમાંથી આઇફોન ખરીદો છો તો તમને 6000 રૂપિયાની ત્વરિત ડિસ્કાઉન્ટ મળશે.તમને આઈફોન 11 પ્રો મોડેલ પર 7,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.

એચડીએફસી આ આઇફોન ખરીદવા માટે રિવર્ડ પોઇન્ટ પણ આપી રહી છે તો પછી આઇફોન 11 ની અસરકારક કિંમત 39000 રૂપિયા જ આવે છે. એચડીએફસી રિવાર્ડ પોઇન્ટ વિશે વાત કરીએ તો જો તમે તેને એચડીએફસી ઇન્ફિનિયા ક્રેડિટ કાર્ડથી ખરીદો છો, તો તમને 10 ગણા રીવર્ડ પોઇન્ટ મળશે.

ક્રેડિટ કાર્ડ ખરીદવા પર બેંક 19,600 રૂપિયા સુધીનું ઇનામ પોઇન્ટ આપશે. એ ધ્યાનમાં રાખવું રહ્યું કે આ ઓફરનો લાભ ફક્ત એચડીએફસી બેંક ઇન્ફિનિયા કાર્ડનો ઉપયોગ કરવા પર મળશે. હવે તમે રિવાર્ડ પોઇન્ટ દ્વારા બચાવવામાં આવેલ રૂ. 19,600 અને 6,000 ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટની ગણતરી કરશો તો આઇફોન 11 ની અસરકારક કિંમત તમને 39,900 રૂપિયા મળશે.

હાલમાં આઇફોન 11 નું પ્રી બુકિંગ ચાલી રહ્યું છે. આ એપલના અધિકૃત રિટેલ સ્ટોર્સ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને પેટીએમ દ્વારા કરી શકાય છે. જો તમારી પાસે એચડીએફસી ઇન્ફિનિયા કાર્ડ નથી તો પણ તમને આઈફોન 11 અને આઇફોન 11 પ્રો વેરિએન્ટ્સ પર 7000 રૂપિયાનું કેશબેક મળશે.

Back to top button