InternationalNarendra Modi

PM મોદીએ અમેરિકન સાંસદના પત્નીની માફી માગી, જાણો શું થયું હતું

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમેરિકામાં Howdy Modi કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં 50000 લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ત્યાંના એક સેનેટ સભ્યની પત્નીની માફી માગીને સૌને ચોંકાવી દીધા. પીએમ મોદીએ જોન કોર્નિનની પત્ની પાસે માફી માગી કારણકે તેમના કાર્યક્રમને લીધે તેમના પતિ વ્યસ્ત હતા. વીડિયો પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા શેર કરવામાં આવ્યો છે.

22 સપ્ટેમ્બરે અમેરિકાના સેનેટર જોન કોર્નિનની પત્નીનો જન્મદિવસ હતો. કોર્નિન ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હોવાથી પત્નીને સમય ના આપી શક્યા.પીએમ મોદીએ જોન કોર્નિનની પત્નીની માફી માગી હતી. પીએમ મોદી કોર્નિનના પત્નીની માફી માગે છે અને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

મોદીએ કહ્યું કે હું તમારી માફી માગવા માગુ છું કારણકે આજે તમારો જન્મદિવસ છે અને તમારા જીવનસાથી મારી સાથે છે.આજે તમને મારી ઈર્ષ્યા આવતી હશે. હું તમને શુભેચ્છા પાઠવું છું.

Back to top button