GujaratSurat

ચોમાસામાં સાપુતારા જાઓ તો ધ્યાન રાખજો: સુરતના એક યુવકનો જીવ ગયો

અત્યારે ચોમાસાની સીઝનમાં સાપુતારામાં લોકો ઉમટી  પડતા હોય છે.જો કે એક એવી ઘટના બની છે કે હવે તમે ચોમાસામાં સાપુતારા જવા માટે એક વાર વિચારશો. ઘટનાની વાત કરીએ તો સાપુતારામાં ફરવા આવેલા સુરતના એક યુવક પર વીજળી પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વીજળી પડતા જ યાત્રિકો એકઠા થઇ ગયા હતા અને માહોલ દુઃખમાં ફેરવાઈ ગયો હતો.

પંકજ સોલંકી કામરેજમાં ઘરગથ્થુ ફોટો તેમજ વિડીયોગ્રાફીનું કામકરતો હતો અને ફોટો તેમજ વિડીયો ગ્રાફી માટે સાપુતારા ખાતે કડોદરાનાં પરિવાર માટે ફોટો તેમજ વિડીયો શુટ કરવા માટે ગયો હતો.ઉલ્લેખનીય છે કે સાપુતારામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે સુરતના કામરેજનો યુવક પંકજ પોતાના પરિવાર સાથે ફરી રહ્યો હતો.

પંકજ ફરતો હતો ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ અચાનક તેના પર વીજળી પડી હતી અને ગણતરીની સેંકડમાં જ તેનું મોત થઇ ગયું હતું.ઘટના એટલી ગંભીર હતી કે માથાથી પગ સુધીના કપડાં પણ ફાટી ગયા હતા અને પંકજના હાથમાં રહેલો મોબાઈલ દૂર ફેંકાઈ ગયો હતો. વીજળી પાડવાની ઘટનાથી યાત્રિકોમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

Back to top button