GujaratSurat

હીરા ઉદ્યોગને પણ મંદી નડી: આ વર્ષે દિવાળીમાં પોતાના કારીગરોને ફ્લેટ-કાર નહીં આપે સવજી ધોળકિયા

દેશભરમાં દરેક સેક્ટરમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે  ત્યારે દિવાળી આવતા મંદી હજુ પણ ખરાબરૂપ ધારણ કરી શકે છે.હીરા ઉદ્યોગમાં પણ મંદીની અસર જોવા મળી છે.પરિણામે સુરતમાં આ વર્ષે 5 લાખથી વધારે કર્મચારીઓ દિવાળી પર બોનસથી વંચિત રહેશે. એમાંય દરવર્ષે પોતાના કર્મચારીઓને બોનસમાં કાર, જ્વેલરી અને ફ્લેટ આપનારા સવજી ધોળકિયાએ પણ આ વર્ષે હાથ ઉપર કરી દીધા છે. તેઓ કહે છે હાલમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી છે. 2008માં આવેલી મંદી કરતા પણ અત્યારે ખરાબ સ્થિતિ છે.

આ વર્ષે મંદી 2008માં આવેલી મંદીથી વધારે ભયંકર છે. સમગ્ર ઉદ્યોગ મંદીનો શિકાર હોય તો અમે બોનસનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકીએ? અમે રત્ન કલાકારોની આજીવિકાને લઈને ચિંતિત છીએ. સાત મહિનામાં હીરા ઉદ્યોગમાંથી 40 હજારથી વધારે લોકોની નોકરીઓ ગઈ છે. અને જે કામ કરી રહ્યા છે તમને પગારમાં પણ ઘટાડો થયો છે.

આ વર્ષે એવું પહેલીવાર બન્યું છે કે હીરાની દિગ્ગજ કંપની ડી બીયર્સ કો.ને પોતાનું ઉત્પાદન ઘટાડવું પડ્યું છે. સવજી ધોળકિયા 2011થી પોતાના કર્મચારીઓને દર વર્ષે દિવાળી બોનસ આપે છે. 2015માં સવજીભાઈના હરિ ક્રૃષ્ણા ગ્રુપે કર્મચારીઓને 491 કાર અને 200 ફ્લેટ આપ્યા હતા. 2018માં તેમણે બોનસ તરીકે 600 કર્મચારીઓને કાર આપી હતી.

Back to top button