India

જમ્મુકાશ્મીરમાં લેંડલાઈન ફોન પર 1 મિનિટ વાત કરવાના 50 રૂપિયા લેવાય છે

જમ્મુકાશ્મીરમાં કલમ 370 હટાવી ત્યારે દેશના લોકો તો  મોટી મોટી વાતો કરતા હતા કે દેશ જમ્મૂકશ્મીરના લોકો સાથે છે. પણ હવે ત્યાંના લોકોની મુશ્કેલી વિશે દેશને જાણ જ નથી. તંગમર્ગના જહૂર અહમદ મી  38 કિ.મી મુસાફરી કરીને એક મિત્રની ઑફિસ શ્રીનગર પહોંચ્યા. તે પોતાના પુત્રને ફોન કરવા માંગતા હતા. કૉલ કરવા માટે આટલા દૂર જવાની એટલે જરૂર પડી કારણ કે પટ્ટનના એક દુકાનદારે  લેંડલાઈન યુઝ કરવા માટે 1 મિનિટના 50 રૂપિયા માંગ્યા હતા.

છેલ્લા 51 દિવસથી જમ્મુ કાશ્મીરનો દુનિયા સાથે સંપર્ક તૂટી ગયો છે. ઘણી જગ્યાએ PCO ખૂલવા માંડ્યા છે. જહૂર જેવા અમુક લોકો વધારે ભાવ આપવાની ચોખ્ખી ના પાડી દે છે પરંતુ ઘણા લોકો લૂંટ ચલાવી રહ્યા છે. બારામુલાના ગુલામ હસન ડારે બેંગલુરુમાં રહેતા પોતાના પુત્ર સાથે વાત કરવાના 1 મિનિટના 30 રૂપિયા ચૂકવ્યા.

જહૂરે નિર્ણય લીધો છે કે તે BSNLનું લેંડલાઈન કનેક્શન લેશે જેથી દર વખતે વાત કરવા તેમણે શ્રીનગર ન જવું પડે. લેંડલાઈન ફોન હોવો જરૂરી છે. BSNLના એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે 76 એક્સચેન્જમાં 43,400 લેંડલાઈન ફોન કામ કરી રહ્યા છે.ફોન કૉલના બદલે વધારે કિંમત આપવા સામે લોકોને કોઈ વાંધો નથી. મેહરાજુદ્દીન જેવા લોકો પણ છે જેણે પોતાના કપડાની દુકાન બહાર બધા માટે ફોન રાખ્યો છે. તે કૉલના બદલે કોઈની પાસે પૈસા નથી લેતો.  CRPF એ પણ શ્રીનગરમાં અમુક જગ્યાએ કોમ્યુનિકેશન ટેન્ટ લગાવ્યા છે.

Back to top button