GujaratSurat

સુરતમાં શિક્ષકે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો, બાદમાં વાલીઓએ કર્યું આવું

સુરતની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થાને માર મારવાની ઘટના સામે આવી હતી. જો કે બાદમાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને શિક્ષકને સ્કૂલમાંથી બહાર કઢીને મેથીપાક આપ્યો હતો.આ ઘટના સુરતની આશાદીપ-1 સ્કૂલની હોવાનું અનુમાન લગાવવવામાં આવી રહ્યું છે.હાલમાં સોશિયલ મીડિયામાં બે વિડીયો વાઇરલ થયા છે જેમાં એકમાં શિક્ષકે વિદ્યાર્થીને મારતો હોવાનું દેખાય છે જયારે અન્ય વીડિયોમાં વાલીઓ શિક્ષકને મારતા દેખાય છે.

વાઇરલ વીડિયોમાં એક શિક્ષક વિદ્યાર્થીને બેંચ પર બેસાડે છે પછી અચાનક તેના પર તૂટી પડે છે. વિદ્યાર્થીને  ઉપરાછાપરી લાફા મારી દે છે.તેના વાળ પકડીને પણ મારતા દેખાય છે. આ દરમિયાન એક અન્ય શિક્ષક ઉભા-ઉભા આ ઘટના જોયા કરે છે.

જો કે આ ઘટના બાદ પોતાના બાળકને માર માર્યાની ઘટનાનો બદલો લેવા માટે સ્કૂલે પહોંચેલા વાલીઓએ શિક્ષકને સ્કૂલની બહાર પાર્કિગમાં લાવીને માર્યો હતો જેનો વીડિયો પણ વાઇરલ થયો છે. શિક્ષકે શા માટે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો અને વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે નહીં તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

Back to top button