AhmedabadGujarat

અમદાવાદ સહીત રાજ્યમાં વરસાદ: ખેલૈયાઓ માટે આવ્યા ખરાબ સમાચાર, નવરાત્રી બગડશે કે કેમ? જાણો

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ વિદાય લેવાનું નામ જ નથી લેતું અને વર્ષનો સરેરાશ 100 ટકાથી વરસાદ વરસી ચુક્યો છે. ગઈકાલે અચાનક ધોધમાર વરસાદ પડ્યા બાદ અમદાવદમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.વરસાદને કારણે અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 03 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિને હવે 2 દિવસ બાકી છે ત્યારે વરસાદ બંધ ન થતા ખેલૈયાઓ અને ગરબામાં આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. આ વર્ષે બજારમાં પણ નવરાત્રીની ખરીદીમાં મંદી છે તેવું વેપારીઓ કહી રહ્યા છે.હવામાન ખાતાની આગાહી મુજબ નવરાત્રીમાં પણ વરસાદ પડશે જેથી ખેલૈયાઓ પરેશાન થઇ શકે છે.

સુરતના ઉમરપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ડાંગના આહવામાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.હવામાન ખાતા દ્વારા આગામી 01 ઓક્ટોબર સુધી કરવામાં આવેલી આગાહી અનુસાર 27 સપ્ટેમ્બરે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, ડાંગ અને સૌરાષ્ટ્રના અનેક  જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

28-29 સપ્ટેમ્બરે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. 30 સપ્ટેમ્બરે છોટા ઉદેપુર, નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.

Back to top button