Gujarat

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે: અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરીએકવાર ચોમાસુ જામ્યું છે અને વરસાદ બંઘ થવાનું નામ નથી લેતો.આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિને 2 દિવસની જ વાર હોવા છતાં વરસાદે વિરામ ન લેતા હવે ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે.

જો કે હવામાન વિભાગે માહિતી આપી છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસર ગુજરાત પર પડશે. જેના લીધે અમદાવાદ સહિત રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ,સુરત, નવસારી, તાપી, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

28 અને 29 તારીખે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ,તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. જો કે 29 તારીખથી નવરાત્રીની શરૂઆત થાય છે જેનાથી ગરબા આયોજકો પરેશાન થશે એ નક્કી છે. 30 સપ્ટેમ્બર અને પહેલી ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી,પંચમહાલ અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, દ્વારકા,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Back to top button