InternationalStory

ફેસબુકમાં હવે દેખાદેખી બંધ: પોસ્ટમાં ટોટલ કેટલી લાઈક મળી એ નહીં બતાવે ફેસબુક

આજકાલ સોશિયલ મીડિયામાં લોકો ફોટો,વિડીયો પોસ્ટ કરીને ખુબ જ લાઈક મેળવતા હોય છે.જો કોઈને વધુ લાઈક આવે તો લોકો દેખાડો પણ કરે છે.આ જ રીતે જો કોઈને વધુ લાઈક ન આવે તો તેને ખરાબ પણ લાગે છે. ફેસબુક પર આ લાઈક વોર ને ખતમ કરવા ફેસબુક અગત્યનું પગલું લેવા જઈ રહ્યું છે.

ફેસબુકે સત્તાવાર રીતે અમુક યુઝર્સની પોસ્ટ પર Likes કાઉન્ટ બતાવવાનું બંધ કરી દીધું છે. 27 સપ્ટેમ્બરથી સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના પ્લેટફોર્મ પર આ બદલાવ જોવા મળશે. નવી અપડેટ મુજબ પોસ્ટ કરનાર તેની Likes અને રિએક્શન કાઉન્ટ જોઈ શકશે પરંતુ તે અન્ય લોકોથી છૂપાયેલું રહેશે. બાકી યુઝર્સ એકબીજાની પોસ્ટ પર આવતી લાઈક્સ કાઉન્ટ નહિ જોઈ શકે.

ફેસબુક યુઝર્સ બીજાની પોસ્ટ પર આવતી કોમેન્ટની સંખ્યા અને વીડિયો વ્યુઝ પણ નહિ જોઈ શકે. ફેસબુકે આ અંગે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે ફેસબુક પર લાઈક્સ માટે વૉર જોવા મળે. આ એક પ્રયોગ છે જેનાથી ખબર પડશે કે લોકો નવા ફોર્મેટને કેવી રીતે અપનાવે છે.

ફેસબુક યુવાન યુઝર્સ પર લાઈક્સને કારણે આવતા સોશિયલ પ્રેશરને સમજી શકે છે. માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી સિસ્ટમમાં લાઈક્સ આઈકન પર ટેપ કરીને જોઈ શકશો કે કોણે કોણે આ ફોટો લાઈક કર્યો છે. પરંતુ સ્ક્રોલ કરતી વખતે કેટલા લોકોએ પોસ્ટ લાઈક કરી છે તે નંબર નહિ જોવા મળે.

Back to top button