India

જિમમાં કસરત કરતા 24 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવતા મોત, તમે જિમ જતા હોય તો આટલું ધ્યાન રાખજો

રાતના સમયે જિમ જતા લોકો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની વાત કરીએ તો બુધવારે સોસાયટીના જિમમાં ટ્રેડમિલ પર દોડી રહેલો એક સોફ્ટવેર એન્જિનિયર અચાનક જ બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક નિયો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. યુવકનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

ઉત્તરાખંડના નૈનિતાલનો રહેવાસી યશ ઉપાધ્યાય  જે.એમ ઓર્કિડ સોસાયટીમાં રહેતા પોતાના માસા આર.એન જોશીના ઘરે આવ્યો હતો.જોશીએ જણાવ્યું કે યશ રોજ સવારે સોસાયટીના ક્લબમાં જિમ કરવા જતો હતો. બુધવારે સવારે સમય ન મળતા તે સાંજે જિમ કરવા ગયો હતો. ત્યાં તે અચાનક ચક્કર ખાઈને પડી ગયો અને બેભાન થઈ ગયો બાદમાં લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે અત્યાર સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અંગે જાણ કરી નથી પરંતુ તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાની આશંકા છે.

તમે જિમ જતા હોય તો આટલું ખાસ ધ્યાન રાખજો: વર્ક આઉટ પહેલા 7-8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. જમ્યાના 2 કલાક બાદ જ જિમ  કરવું જોઈએ નહીં તો પેટમાં દુખાવો થઇ શકે છે. ખાલી પેટ પણ કસરત ન કરવી જોઈએ. કસરત પહેલા ડ્રાયફૂટ અથવા હળવો ખોરાક લેવો જોઈએ.

જિમ જતા પહેલા એટલે કે એ કસરત કરતા પહેલા 30 મિનિટ અગાઉ અડધો લિટર પાણી જરૂર પીવું જોઈએ. કસરત કરતી વખતે પણ વધુ પાણી ન પીવું જોઈએ. વધારે પાણી પીવાથી નુકસાન થઈ શકે છે.ખાસ વાત તો રાત્રે શરીર થાકેલુ હોય છે ત્યારે કસરત કરવાથી બ્લડપ્રેસર વધે છે અને હાર્ટએટેક ની શક્યતા રહે છે.

જિમ જોઈન કરતા પેહલા બોડી ચેકઅપ કરાવવું જોઈએ જેથી જાણી શકાય કે મોટા સાધનો ઊંચકવા શરીર સક્ષમ છે કે નહીં. કોઈ શારીરિક તકલીફ અથવા નબળાઈ હોય તો તમને નુકસાન પણ થઈ શકે છે.

Back to top button