Ajab GajabIndia

ગજબ: મહિલા પોલીસકર્મીએ કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળ દાન કરી દીધા

કેરળની એક મહિલા પોલીસકર્મી અપર્ણા લવકુમારે એવું કર્યું કે લોકો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેના ફોટો વાઇરલ થઇ રહ્યા છે. અપર્ણાએ કેન્સરના દર્દીઓ માટે પોતાના વાળ કપાવી નાખ્યા છે. લાંબા વાળ કેન્સરના દર્દીઓ માટે વિગ બનાવવા દાન કરી દીધા છે.

Loading...

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ અપર્ણાના કાર્યના વખાણ કર્યા છે. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામમાં અપર્ણાની તસવીર શેર કરી છે.  ઈન્ટરવ્યૂમાં અપર્ણાએ કહ્યું કે આવી નાની બાબતોને હું વખાણવાલાયક નથી માનતી. મેં કર્યું તે કોઈ મોટી વાત નથી. મારા વાળ તો  ફરીથી લાંબા થઈ જશે. લૂકમાં શું રાખ્યું છે. તમારું કામ બોલવું જોઈએ.

Loading...

જો કે આ પહેલીવાર નથી.અપર્ણા 10 વર્ષ પહેલા પણ ચર્ચામાં આવી હતી. ત્યારે તેમણે એક પરિવારની મદદ કરી હતી જે પોતાના બાળકનો મૃતદેહ લઈ જવા માટે રૂપિયાની વ્યવસ્થા નહોતા કરી શક્યા. અપર્ણાએ તે પરિવારને પોતાની ત્રણ સોનાની બંગડી આપી દીધી હતી.

અપર્ણાએ કહ્યું કે હું મારા થોડા-થોડા વાળ દાન કરતી આવી છું. આ વખતે મેં મુંડન કરાવી દીધું છે. મેં પાંચમા ધોરણમાં ભણતા કેન્સરના એક દર્દીને જોયો. તેના વાળ નહોતા.હાલ તો અપર્ણાના આ પગલાની પોલીસ વિભાગમાં પણ ચર્ચા થઈ રહી છે. પહેલીવાર છે કે કોઈ અધિકારીએ મુંડન કરાવીને વાળ દાન કર્યા હોય.

Loading...
Loading...
Back to top button