AhmedabadGujarat

અમદાવાદમાં તોફાની પવન સાથે વરસાદ, પવનની ઝડપ 27 કિમિ/કલાક, ગરબા રમવા નીકળો તો ધ્યાન રાખજો

ભારે વરસાદે ગુજરાતમાં ખેલૈયાઓની મજા બગાડી છે પણ અમદાવાદમાં દિવસભર ઝાપટાઓ વરસ્યાં પછી અત્યારે રાત્રે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.બીજા નોરતાની સાંજે પણ વરસાદ ત્રાટક્યો હતો.અત્યારે તો અમદાવાદમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે.અમદાવાદમાં પવનની ઝડપ હાલમાં 27કિમિ/કલાક છે જે સામાન્ય રીતે 8-9 કિમિ/કલાક હોય છે.લોકો હાલ સોસાયટીઓમાં ગરબાના મંડપ બચાવવામાં લાગી ગયા છે.

અમદાવાદના સેટેલાઈટ, પ્રહલાદ નગર, થલતેજ, બોપલ તેમજ શિવરંજનીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે હોર્ડિંગ્સ તેમજ બેનરો પડવાની ઘટના બની હતી .પહેલા અને બીજા દિવસના નોરતા રદ થયા પછી હવે અમદાવાદના વાઈબ્રન્ટ ગરબાને પણ ભારે વરસાદના કારણે સ્થગિત રાખવામાં આવ્યાં છે.

ભારે વરસાદ અને પવનના કારણે વાહનચાલકોને પણ ડ્રાઈવિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.શહેરના કૃષ્ણનગર રોડ અને નવાવાડજરમાં ઝાડ કાર પર પડતા કર દબાઈ ગઈ છે. ભારે પવનને કારણે શહેરમાં 50થી વધુ જગ્યાએ ઝાડ, હોર્ડિંગ્સ તથા દીવાલ પડવાની ઘટનાઓ બની છે.

Back to top button