AhmedabadGujarat

ખેલૈયાઓ માટે સારા સમાચાર, હવામાન વિભાગે કરી આવી આગાહી

અમદાવાદ સહીત રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ગઈકાલે તો વાવાઝોડા જેવો માહોલ હતો અને મોટાભાગના ગરબા આયોજનો રદ્દ થયા હતા. જો કે આ અઠવાડિયાની વાત કરીએ તો રાજ્યમાં હવે વરસાદનું જોર ઘટતું દેખાય છે અને હવે રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની શક્યતા નથી. બે નોરતા ધોવાયા બાદ આજે ત્રીજા નોરતે પણ વરસાદ પડી શકે છે.જેથી ગરબા રસિકો અને આયોજકો ચિંતામાં મુકાયા છે.

આજે અમદાવાદ ,ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત, સાબરકાંઠા તેમજ  સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં વરસાદી ઝાપટાં થવાની સંભાવના છે. સોમવારે રાત્રે ભારે વરસાદ અને પવનના કારણે અમદાવાદમાં 15 જેટલા સ્થળો પર ગરબા રદ કરવા પડ્યા હતા. આજે પણ અમદાવામાં તેવી જ સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા છે.

સમગ્ર શહેરમાં ગરબાનું આયોજન કરનારા આયોજકોને પરસેવો વળી ગયો છે. છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે આયોજકોને મોટી ખોટ થઇ રહી છે.સોમવારે ધોધમાર વરસાદ વરસતા અમદાવાદમાં શેરી ગરબા અને પ્રાઇવેટક્લબના ગરબા આયોજનો કેન્સલ થયા હતા.

કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો અને કંપનીઓમાં બુધવારે અને ગુરુવારે ગરબાનું આયોજન હતું  જેને પણ રદ કરવામાં આવ્યા છે. આયોજકોએ ડેકોરેટર્સ તેમજ આર્ટિસ્ટને જે એડવાન્સમાં પેમેન્ટ કર્યું છે તેને તો ભૂલી જ જવું પડશે તેવું આયોજકો કહી રહ્યા છે.ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ કહે છે કે જો વરસાદ પડશે તો ગરબા રદ્દ કરવા સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં અને તેનાથી રોજનું કરોડો રૂપિયનઉ નુકસાન થઇ રહ્યું છે.

Back to top button