AhmedabadCrimeGujarat

અમદાવાદમાં પિતરાઈ ભાઈએ જ 16 વર્ષની બહેન સાથે ન કરવાનું કર્યું, બહેને બાળકીને જન્મ આપ્યો

અમદાવાદના શાહીબાગમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી ભાઈ-બહેનના સબંધ શર્મસાર થયા છે. ઘટનાની વાત કરીએ તો પિતરાઈ ભાઈએ પોતાની જ બહેનને હવસનો શિકાર બનાવી ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં બહેનને બાળકીનો જન્મ થતા હવે તે ભાઈ તેના સંતાનનો પિતા બની ગયો.જો કે આખી ઘટનાની જાણ થતા જ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે.

શાહિબાગમાં 16 વર્ષની સગીર દીકરીએ શનિવારે પેટમાં દુખતું હોવાની ફરિયાદ કરતા તેને આસરવા સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.જ્યાં તેણે બાળકીને જન્મ આપતા પરિવારજનો ચોંકી ગયા હતા. સગીરાની પૂછપરછ કરતા તેણે સમગ્ર વાત જણાવી તો સાંભળીને ઘરના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

પીડિતા અને આરોપી પિતરાઈ ભાઈ-બહેન થાય છે.આરોપી પીડિતાના ઘરે જતો હતો. એક વર્ષ પહેલા પણ આરોપીએ પીડિતા સાથે સંબંધ બાંધ્યો હતો. જો કે સાત મહિના પહેલા જ પીડિતાની માતાનુ મોત થયું હતું બાદમાં આરોપી પિતરાઈ ભાઈની અવરજવર વધારે રહેતી હતી. પીડિતાના ઘરે કોઈ રહેતું ન હોવાથી પિતરાઈ ભાઈને મોકો મળી ગયો હતો અને બહેનને જ હવસનો શિકાર બનાવી હતી.

રવિવારે પીડીતાએ બાળકીને જન્મ આપતા જ ખુલાસો થયો હતો ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવ્યો અને જ્યારે પોલીસને જાણ કરવામાં આવી. DCP નીરજ બડગુજરે કહ્યું કે પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી લીધી છે અને ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Back to top button