Ajab GajabIndia

ભારે કરી…પતિનો મૃતદેહ લેવા માટે સાત-સાત પત્નીઓ પહોંચતા પોલીસ ચકરે ચડી ગઈ

હરિદ્વારમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને તેની લાશ લેવા માટે તેની  7-7 પત્નીઓ પહોંચી જતા પોલીસ પણ હેરાન થઇ ગઈ હતી.રવિવારે 40 વર્ષના શખ્સે આત્મહત્યા કરી લેતા બાદમાં લાશ મૃતદેહ લેવા માટે એક સાથે પાંચ મહિલાઓ પોલીસ પાસે આવી. દરેક મહિલાએ પત્ની હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. એ તો ઠીક પણ લાંબી માથાકૂટ બાદ ફરી અન્ય બે મહિલા પોલીસ સ્ટેશન આવી અને કહ્યું આ મારા પતિ હતા. લો બોલો 7-7 પત્ની પતિના મૃતદેહને લેવા માટે આવી હતી.

પોલીસને તો એમ છે કે હજી ક્યાંક વધુ મહિલાઓ પણ મૃતદેહના અધિકાર માટે આવે નહીં.મૃતક વ્યક્તિનું નામ પવન કુમાર હતું અને તે વ્યવસાયે ડ્રાઈવર હતો. પોલીસ તપાસ કરીને જ મૃતદેહ સોંપશે.

પોલીસના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો.પવનની કથિત પત્નીને બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. જો કે સારવાર દરમિયાન પવનનું મૃત્યુ થયું હતું. જાણકારી મુજબ પવન આર્થિક સંકડામણ અનુભવતો હતો એટલે આપઘાત કર્યો હતો.

Back to top button