IndiaPolitics

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડી રહેલા આદિત્ય ઠાકરે પાસે કેટલા કરોડની પ્રોપર્ટી છે, જાણો

મહારાષ્ટ્રમાં  વિધાનસભા ચૂંટણીમાં આ વખતે શિવસેનાના ઠાકરે પરિવારના આદિત્ય ઠાકરે 21 ઓક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં વર્લી બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 29 વર્ષીય આદિત્ય ઠાકરે એ સોગંદનામામાં જાહેર કર્યા મુજબ 16.05 કરોડની સંપત્તિનો માલિક છે. જેમાં  4.67 કરોડની પ્રોપર્ટી સ્થાવર છે. અન્ય એક પ્રોપર્ટી તેને પોતાના માતા રશ્મી તરફથી મળી હતી.

એપ્રિલ 8,2013ના રોજ આદિત્ય ઠાકરે ને તેના પિતા ઉદ્ધવ ઠાકરે દ્વારા રુ.77.66 લાખની કિંમતની જમીન રાયગઢમાં ભેટ આપી હતી. કલ્યાણના ઠાકુરલી ગામમાં  એક દુકાન જેની કિંમત રુ.89.40 લાખ છે તેને 26 ઓગસ્ટના રોજ માતા રશ્મી ઠાકરે દ્વારા ગિફ્ટ કરવામાં આવી હતી.

આદિત્યે જે 7મી સ્થાવર પ્રોપર્ટીનો ઉલ્લેખ કર્યો છે તેને બિઝનેસ તરીકે ઉલ્લેખ કરવામાં આવી છે. જે આશર મિલેનિયા બિલ્ડિંમાં આવે છે. જેની કિંમત રુ. 3 કરોડ છે. આ સંપત્તિ પણ એકદા મહિના પહેલા જ આદિત્ય ઠાકરેના નામે થઈ છે.આદિત્યે જાહેર કર્યું છે કે તેની પાસે એક વાહન પણ છે. જેમાં BMW કાર  છે.

સોગંદનામાં  જણવ્યું છે કે તેની સામે કોઈ કોર્ટ કેસ પેન્ડિંગ નથી તેમજ ક્યારેય તેને ગુનેગાર ઠેરવવામાં આવ્યો નથી.આદિત્યે મુંબઈની કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.ત્યારબાદ તેણે LLBનો અભ્યાસ પણ કર્યો છે.

ઠાકરે પરિવારના ઇતિહાસમાં આદિત્ય પહેલો વ્યક્તિ છે જે ચૂંટણી લડી રહ્યો છે. તેના દાદા અને શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે અને આદિત્યના પિતા ઉદ્ધવ ઠાકરે ક્યારેય ચૂંટણી નથી લડ્યા. ઠાકરેના ભત્રિજા રાજ ઠાકરેએ પણ ક્યારેય ચૂંટણીમાં ઝંપલાવ્યું નથી ત્યારે હવે આદિત્ય ઠાકરે રાજકીય કારકિર્દીમાં નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે.

Back to top button