કામવાળી માટે આ ભણેલ ગણેલ ગુજરાતી દંપતિ રસ્તા પર રોજ પૌઆ વેચે છે

મુંબઈમાં કાંદિવલી સ્ટેશનની બહાર સ્ટોલ પર સવારે 4 વાગ્યાથી તમને પૌવા, ઉપમા, ઈડલી અને બીજું ઘણું બધું ખાવા માટે મળી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે એક ભણેલ ગણેલ એમબીએ પાસ કપલ રોજ 6 કલાક અહીં ખાવાનું વેચે છે અને 10 વાગતા ઓફિસ માટે નીકળી જાય છે. નોકરી હોવા છતાં આવું કેમ કરે છે એ પ્રશ્ન જરૂર થાય. તેઓ એટલા માટે આવું કામ કરે છે કે તેમના ઘરે કામ કરવા આવતી વૃદ્ધ મહિલાનો ખર્ચ નીકળી શકે. આ કપલ વૃદ્ધ મહિલાને આર્થિક મદદ કરવા માટે જ રોજ સ્ટોલ પર બેસે છે.

Loading...

હાલ લોકો સોસીયલ મીડિયામાં આ કપલના ભરપૂર વખાણ કરી રહ્યા છે.દીપાલી ભાટિયાએ ફેસબુક પર આ કપલની સ્ટોરી પોસ્ટ શેર કરી છે. અશ્વિની શાહ અને તેના પતિ અંકુશ શાહની આ સ્ટોરીને હજારો વખત શેર કરાઈ ચુકી છે.

ફેસબુક પોસ્ટમાં દીપાલી લખે છે કે મુંબઈની લાઈફમાં જ્યાં આપણી પાસે ઊભા રહેવા અને વિચારવાનો પણ સમય નથી ત્યાં આ બે સુપરહીરો છે જે પોતાનાથી વધારે બીજા માટે વિચારે છે. તેની અશ્વિની અને અંકુશ સાથે 2 ઓક્ટોબરે મુલાકાત થઈ હતી.

દીપાલી આગળ લખે છે કે મને આ બંને ગુજરાતી પરિવારના લાગ્યા. મેં તેમના સ્ટોલ પરથી ફૂડ ખાધું. મેં તેમને પૂછ્યું કે તેઓ રસ્તા પર કેમ ખાવાનું વેચી રહ્યા છે તો તેમના જવાબે મને ચોંકાવી જ દીધી.

Loading...

આ દંપતિ સંપન્ન પરિવારમાંથી આવે  છે.તેમના ફૂડ વેચવા પાછળનું કારણ તેમના ઘરે રસોઈ બનાવવા આવતી 55 વર્ષની વૃદ્ધાની મદદ કરવા માટે તેઓ અહીં ફૂડ વેચે છે. વૃદ્ધા જે જમવાનું બનાવે છે અને અમે બંને અહીં લાવીને વેચીએ છીએ.

Loading...
Loading...