AhmedabadGujarat

અમદાવાદ: 13મા માળેથી મહિલા આપઘાત કરવા કૂદી અને નીચે ચાલતા વૃદ્ધ પર પડી, બંનેના મોત

અમદાવાદના ખોખરામાં પરિષ્કાર ફ્લેટના 13મા માળેથી એક મહિલાએ કૂદીને આપઘાત કર્યો છે.જો કે મહિલાએ તો આપઘાત કર્યો પણ તે અન્ય એક વ્યક્તિનો પણ જીવ લઈને ગઈ હતી. જયારે મહિલા બિલ્ડિંગ પરથી કૂદી ત્યારે તે નીચે મોર્નિંગ વોક કરતા એક વૃદ્ધ પર પડી હતી. જેમાં મહિલા અને વૃદ્ધ બંનેના ઘટનાસ્થળે મોત થયા હતા.

મળતી માહિતી મુજબ આપઘાત કરનારી મહિલા માનસિક રીતે બીમાર હતી. અમરાઈવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી છે. વહેલી સવારે આ ઘટના બની હતી જેમાં મહિલા જે વૃદ્ધ પર પડી તેઓ નિવૃત્ત શિક્ષક હોવાનું જાણવા મળી રહયું છે. હાલ તો બંનેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.વિગતો મુજબ આત્મહત્યા કરનારી મહિલા 2 દિવસ પહેલા જ તેમના ભાઇના ઘરે આવી હતી.

Back to top button