દશેરાના દિવસે આટલા કામ કરશો તો થઈ જશો માલામાલ,

દશેરાને વિજયા દશમી તરીકે પણ ઓળખાય છે. દશેરાને બૂરાઈ પર અચ્છાઈના વિજયના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણ અને દુર્ગા માતાએ મહિષાસુરનો વધ કરીને સત્યની રક્ષા કરી હતી. દશેરાના દિવસે તમે ભગવાન શ્રી રામ, માતાજી, લક્ષ્મીજી, સરસ્વતીજી, ગણેશજી અને હનુમાનજીની આરાધના કરી શકો છો.

Loading...

માન્યતા મુજબ દશેરાના દિવસે પાન ખાવા, ખવડાવવા અને હનુમાનજીને અર્પિત કરવાથી હનુમાનજીના આશીર્વાદ મળે છે. પાનને માન-સન્માન તથા વિજયનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રી પછી ચેપી રોગો વધવાની શક્યતા વધી જાય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ પાન ઈન્ફેક્શનથી બચાવે છે.

નીલકંઠ પક્ષી શંકર ભગવાનનું પ્રતીક છે. રાવણ પર જીત મેળવવા ભગવાન શ્રી રામે પહેલા નીલકંઠના દર્શન કર્યા હતા. આ દિવસે ભગવાનને શુભફળની કામના કરવાથી જીવનમાં ભાગ્યોદય તથા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Loading...

દશેરાનો દિવસ કોઈ પણ શુભ કામ માટે ઉત્તમ છે. માન્યતા મુજબ દશેરાના દિવસે શરૂ કરેલા કામમાં સફળતા મળે જ છે. પ્રાચીન કાળમાં રાજાઓ વિજયની કામના સાથે યુદ્ધ યાત્રા પર નીકળતા હતા. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થાય છે. દુકાન કે ઘરનું બાંધકામ, ગૃહ પ્રવેશ,નામકરણ, જનોઈ સંસ્કાર માટે પણ દશેરાનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે.

Loading...
Loading...