Ajab GajabIndiaStory

Flipkart પર સેલ દરમિયાન દર એક સેકન્ડે એક ટીવી વેચાયું, અન્ય આંકડાઓ જાણશો તો આંખો પહોળી થઇ જશે

ફ્લિપકાર્ટ અને એમેઝોન પર 29 સપ્ટેમ્બરથી સેલ શરુ થયો હતો જેમાં દરેક વસ્તુઓ પર મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હતું.છ દિવસ બાદ સેલ પૂરો થયો છે ત્યારે ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને દાવો કરી રહ્યા છે કે આ વખતનો સેલ આજ સુધીનો સૌથી મોટો સેલ સાબિત થયો છે.ફ્લિપકાર્ટ અને એમેઝોન ભારતીયો ની પહેલી પસંદ માનવામાં આવે છે.

આંકડાઓ પર નજર કરીએ તે પહેલા સેલની ખાસ વાતો જણાવીએ તો સેલ દરમિયાન ફ્લિપકાર્ટ પર એપલ પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. સામાન્ય દિવસોમાં 50,000 રૂપિયા આસપાસ મળતા એપલના મોબાઇલફોન સેલ દરમિયાન 29000 રૂપિયામાં મળતા હતા. એપલ આઈપેડમાં પણ 7 થી 8 હજાર રૂપિયા નો ફાયદો ગ્રાહકોને થયો છે.

ફ્લિપકાર્ટે તેની ઓફિશિયલ વેબસાઈટ પર ચોંકાવનારા આંકડા મૂકીને સેલમાં થયેલ વેચાણ અંગે માહિતી આપી છે. ફ્લિપકાર્ટે જણાવ્યું છે કે લાખો ગ્રાહકોએ સેલ દરમિયાન 1લાખ થી વધુ સેલર પાસેથી વસ્તુઓ ખરીદી છે. સેલ દરમિયાન લોકોએ કુલ 80,000,000,000 રૂપિયાની બચત કરી છે એટલે કે વિવિધ ઓફર્સ પર લોકોને કુલ મળીને આટલો ફાયદો થયો છે.

ફ્લિપકાર્ટ જણાવે છે કે તેમણે દર એક સેકન્ડે એક ટેલિવિઝનનું વેચાણ કર્યું છે. દર એક મિનિટે 500 બ્યુટી પ્રોડક્ટનું વેચાણ કર્યું હોવાનો દાવો ફ્લિપકાર્ટ કરી રહ્યું છે. દર કલાકે 1,20,000 ફેશન પ્રોડક્ટ્નું વેચાણ થયું છે તેમજ દરરોજ 2,40,000 હેડફોનનું વેચાણ સેલ દરમિયાન થયું છે.ભારતમાં મહિનામાં જેટલી Apple Watches વેચાય છે તેટલી ફ્લિપકાર્ટ પર પહેલી પાંચ મિનિટમાં જ વેચાઈ હતી.

અન્ય આંકડાઓની વાત કરીએ તો વનપ્લસ કંપનીએ કહ્યું હતું કે 36 કલાકમાં તેમણે 500 કરોડ રૂપિયાના મોબાઈલ અને ટીવીનું વેચાણ કર્યું છે. શ્યાઓમી કંપનીએ કહ્યું હતું કે તેમણે કુલ 2,50,000 ટીવીનું વેચાણ ફ્લિપકાર્ટ,એમેઝોન તેમજ તેમની વેબસાઈટ થકી કર્યું છે.

હાલ આ આંકડાઓ જોતા લાગી રહ્યું છે કે દેશમા ઓનલાઇન વસ્તુઓ લેવાનો ક્રેઝ કેટલો વધ્યો છે.એમાં પણ દિવાળી નજીક હોવાથી લોકોએ ખરીદી વહેલી જ કરી લીધી છે તેવું માનવામાં આવી રહ્યું છે.

Back to top button