IndiaInternational

સામાન્ય નૉકરી કરતા યુવાને 23 કરોડની લૉટરી ટિકિટ જીતી, હવે કરશે આવું

કર્ણાટકના નાના ગામમાંથી આવતા 24 વર્ષીય અકાઉન્ટન્ટે ઓનલાઈન ગલ્ફ લૉટરી ટિકિટ ખરીદી હતી. આપને જણાવી દઈએ કે તે લોટરીમાં વિજેતા બનતા 12 મિલિયન UAE દિરહામ્સ એટલે કે લગભગ 23 કરોડ રૂપિયાની રકમ મળશે.

મોહમ્મદ ફયાઝ નામનો આ યુવાન ઘણાં સમયથી દુબઈમાં નોકરી કરવા માગતો હતો. તેણે પાસપોર્ટ પણ કઢાવ્યો હતો પણ દુબઈ જવાનું શક્ય બન્યું નહોતું.  યુવાને મુંબઈમાં અકાઉન્ટન્ટ તરીકેની નોકરી શરૂ કરી અને એક વાર લોટરીની ટિકિટ ખરીદી હતી.

આ યુવાને સપ્ટેમ્બરમાં લૉટરી ટિકિટ ખરીદી હતી અને ક્યારેય નહોતુ વિચાર્યું કે તે 23 કરોડ રૂપિયા જીતવાનો છે. તે વિદેશમાં નોકરી કરવા માગતો હતો જેનાથી પરિવારને આર્થિક મદદ મળી રહે.

તે જણાવે છે કે તેના પિતાએ લાંબા સમય સુધી સાઉદી અરેબિયામાં મજૂરી કરી. કિડનીની બીમારીના કારણે માતા અને પિતા બંનેનું મૃત્યુ નીપજ્યું હતું.  23 કરોડ રૂપિયા જીત્યા બાદ આ યુવાન જણાવે છે કે તે તેનું એક ઘર તૈયાર કરવા માગે છે અને ભાઈ-બહેનને આર્થિક મદદ કરવા માગે છે.

Back to top button