અમદાવાદ: એક્ટિવા ખાડામાં પડતાં 18 વર્ષની છોકરીનું મોત, ગરબા રમીને ઘરે જઈ રહી હતી

દર વર્ષે વરસાદ બાદ અમદાવાદના રસ્તા જાણે લોકોનો જીવ લેવા આતુર હોય તેવા દેખાતા હોય છે. ઠેર ઠેર મોટા ખાડાઓ ને લીધે વાહન હંકારવું મુશ્કેલ બની જતા હાલાકીનો સામનો કરવો પડે છે.મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં શહેરના રસ્તાઓ હજુ સુધી રીપેર થયા નથી અને ખરાબ રસ્તાએ એક યુવતીનો જીવ લઈ લીધો.

Loading...

શુક્રવારે મોડી રાત્રે જીએમડીસી ગ્રાઉન્ડ પાસે ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલી 18 વર્ષની વૈભવી પરમાર સ્કૂટરની પાછળ બેઠી હતી પણ તે ખાડાના કારણે એક્ટિવાનું બૅલૅન્સ બગડતા વૈભવી નીચે પટકાઈ અને તેનું મોટ નીપજ્યું હતું. વૈભવીનાં ફોઈ એક્ટિવા ચલાવી રહ્યા હતા. બંને ગરબા રમીને મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ખાડામાં પડી જતા આ અકસ્માત થયો હતો.

પ્રિયંકાને સામાન્ય ઈજાઓ થઇ પણ વૈભવીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પણ ડોકટરો તેને મૃત જાહેર કરી હતી.

Loading...

ખરાબ રસ્તાઓને કારણે અનેક લોકો જીવ ગુમાવતા હોય છે પણ કોર્પોરેશન તેમાંથી કઈ જ શીખ લેતું નથી. લોકો કહે છે કે દંડ લો છો તો અમને રસ્તા પણ સારા આપો.કોર્પોરેશનના અધિકારીઓના ભ્રસ્ટાચારને એક વરસાદમાં જ રોડ તૂટી જાય છે અને લોકોએ જીવ ગુમાવવો પડે છે.

Loading...
Loading...