BjpIndia

મહારાષ્ટ્ર ચૂંટણીના ભાજપના સૌથી ધનવાન ઉમેદવાર છે આ ગુજરાતી, સંપત્તિ જાણશો તો ચોંકી જશો

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહયા છે. આ વખતે શિવસેનાના આદિત્ય ઠાકરે પણ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. ઘાટકોપર પૂર્વ સીટના ઉમેદવાર મહારાષ્ટ્રની ચૂંટણીમાં અત્યાર સુધીના સૌથી અમીર ઉમેદવાર છે. ઉમેદવાર પરાગ શાહે 500 કરોડની પ્રોપર્ટી જાહેર કરી છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અબુ આઝમીએ 220 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

પરાગ શાહે પોતાની આવકના સ્ત્રોત તરીકે બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ બતાવ્યા છે. તેમણે દર્શાવ્યા મુજબ 422 કરોડની જંગમ સંપત્તિ છે.તેઓ જમીન-મકાનના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ બે કન્સ્ટ્રક્શન કંપનીઓના માલિક છે.

પરાગ શાહે જાહેર કરેલી સંપત્તિમાં બેંક એકાઉન્ટમાં કેશ, ડિપોઝિટ, શેર્સ, વાહનો વગેરે છે. પરાગ અને તેમની પત્ની પાસે 299 કરોડ રૂપિયાના શેર્સ પણ છે. ઉલ્લેખનીય છે કે પરાગ શાહ 2017માં BMCની ચૂંટણી પણ લડી ચૂક્યા છે તે સમયે 690 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.

Back to top button