Story

8 ઓક્ટોબર 2019 ભવિષ્યફળ: આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

મેષઃ દિવસ સારો રહેશે.અટકી પડેલી યોજનાઓ શરૂ થવાની સંભાવના છે.અટકાયેલું ધન પાછું મળી શકે છે.બિનજરૂરી વિવાદથી બચવાની કોશિશ કરો. ઘરની સજાવટ પર ભારે ખર્ચ થઇ શકે છે.ઉતાવળ કરવાથી બચવું.કુંવારા લોકો માટે લગ્નના યોગ બનશે.વેપારમાં લાભ મળશે. કાર્યસિદ્ધિ અને લક્ષ્મી બંનેની પ્રાપ્તિ થઇ શકે છે. શારીરિક અને માનસિક રૂપથી તમે ઉત્સાહી તથા પ્રફુલ્લિત રહેશો.

વૃષભઃ દિવસ શુભ ફળદાયી રહેશે.મન પ્રસન્ન રહેશે.કોઇ પારિવારિક સમારોહમાં જવાનું થઇ શકે છે.કાર્યક્ષેત્રમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે.વાણી ઉપર સંયમ રાખો. આજે કોઇ કાર્યમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.લાંબા સમયથી કોઇ સાથે પ્રેમ સંબંધ છે તો તેને જીવનસાથી બનાવવાનું વિચારી શકો છો.વ્યવસાયમાં બાધાઓ ઉત્પન્ન થઇ શકે છે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને ફાયદો મળશે.

મિથુનઃ આજે યાત્રા પર જઇ શકો છો. યાત્રા પરિવારજનો કે મિત્રો સાથે હોય શકે છે.પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે.વિદ્યાર્થીઓએ આજે વધારે મહેતન કરવી પડી શકે છે.અસ્થિર સ્વભાવના કારણે પ્રેમી કે પ્રેમિકા સાથે મતભેદ થઇ શકે છે.નોકરીમાં ઓફિસરો સાથે મનભેદ થશે.મધુરવાણીથી સંબંધો આગળ વધશે.

કર્કઃ જીવન ધ્યેય પૂર્ણ કરવાના અવસર મળશે.કોઇપણ પ્રકારના બિનજરૂરી વિવાદોથી પોતાને દૂર રાખવા જોઇએ.પ્રેમીજનનો સહયોગ દરેક પ્રકારે પ્રાપ્ત થવાની સંભાવના છે.કારોબાર સારો ચાલશે.ભવિષ્યને લઇને થોડાં વિચાર-વિમર્શ કરી શકો છો.તમારા સ્વભાવના કારણે તમારે અનેકવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

સિંહઃ શુભ સમાચાર મળી શકે છે.કાર્યોમાં સફળતાથી મનોબળમાં વૃદ્ધિ થશે.વાણી ઉપર આજે તમારે સંયમ રાખવાની જરૂર છે.કુંવારા લોકોને લગ્ન માટે નવા અવસર પ્રાપ્ત થશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.નોકરીમાં સ્થાન બદલી શકો છો.આજે તમારા જીવનમાં ગેરસમજ પેદા થઇ શકે છે. સહકર્મીઓ સાથે કોઇ વિવાદમાં ના પડો.

કન્યાઃ કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જીવનમાં સાર્થકતાની શોધમાં યોગ, આધ્યાત્મ અને ધાર્મિક ગતિવિધિઓને સમય આપી શકો છો. સામાજિક અને ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

તુલાઃ ઘરેલૂ વાતાવરણ અનુકૂળ બની રહેશે. જૂના મિત્રો સાથે સુખદ મિલન થશે. સંતાન માટે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે.પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમે પૂરૂં કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી.આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

વૃશ્ચિકઃપોઝિટિવ વિચાર અને આત્મવિશ્વાસ કાર્યમાં સફળતા અપાવશે. આજે કામ વધારે રહેશે, પરંતુ તમારી યોગ્યતા અને ક્ષમતાઓનો ભરપૂર લાભ ઉઠાવશો અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો.તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહ-કર્મચારીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

ધનઃ પ્રોપર્ટી અને શેર બજારમાં રોકાણ લાભદાયક રહેશે.ઘરેલૂ જીવનમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં કોઇ સભ્ય સાથે મનમુટાવ થઇ શકે છે.આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા-કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.વેપાર-ધંધામાં લાભની સ્થિતિ રહેશે.

મકરઃદિવસ સારો રહેશે.વ્યક્તિગત જીવનમાં તાજગીનો અનુભવ થશે.નિદ્રાનો અભાવ રહેશે. હાથમાં લીધેલા નવા કાર્યો અપેક્ષાથી ઊણા ઉતરશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

કુંભઃ કાર્યક્ષેત્રમાં નવા વિચારો ઉપર અમલ કરવાનો અવસર મળી શકે છે.અધિકારી વર્ગ તરફથી તણાવ ઉત્પન્ન થઇ શકે છે.રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. એક મુશ્કેલ તબક્કા બાદ, આજનો દિવસ તમને કામના સ્થળે કશુંક સુંદર આપી આશ્ચયર્યચકિત કરી જશે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. જીવનસાથીની આળસ આજે તમારા કામ અટકાવી શકે છે.

મીનઃ આજે બેકાર વાતોથી બચવું. અચાનક આવતી પરેશાનીઓના કારણે મન વ્યાકુળ રહી શકે છે.લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર આવશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ તરત જ કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે મદદરૂપ થશે. તમે જીવનસાથી સાથે આજે જૂના રોમેન્ટિક દિવસોને માણશો.

Back to top button