ડભોઈના ધારાસભ્યની દીકરીની કાર રોકીને 6-7 શખ્સોએ કર્યું આવું, તરત પોલીસ પણ દોડતી થઈ ગઈ

રાજ્યમાં સામાન્ય જનતાતો ઠીક પણ ધારાસભ્યની દિકરી પર સુરક્ષિત નથી.ડભોઈના ધારાસભ્યની પુત્રી સાથે જાહેરમાં એવું થયું કે તાત્કાલિક પોલીસ દોડતી થઇ ગઈ હતી.  ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રીની કાર ઉપર છ થી સાત જેટલા યુવાનોએ ઘેરીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ કારના કાચ તોડી નાંખ્યા હતા.

Loading...

ડભોઇના ભાજપાના ધારાસભ્ય શૈલેષ મહેતાની દીકરી રતી મહેતા બપોરના સમયે પોતાની કાર લઇને કોલેજમાં જતી હતી ત્યારે રસ્તામાં એક્ટીવા સવાર દંપતીને કારની ટક્કર વાગી હતી.જો કે રતી મહેતાએ કાર ઉભી ન રાખતા એક્ટીવા સવાર દંપતિએ કારને આગળ જતા ચાર રસ્તા પર રોકી હતી. એક્ટીવા સવાર મહિલાએ કારનું વાઇપર તોડીને કારના કાચ તોડી નાંખ્યા હતા.એક્ટીવા ચાલક અશરફખાન પઠાણે તેના મિત્રોને બોલાવ્યા હતા જેમણે કારને ઘેરીને હુમલો કર્યો હતો.

ફોટો: ફેસબુક 

રતી મહેતાએ પિતા શૈલેષ મહેતાને ફોન કર્યો હતો. પિતાએ રાવપુરા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી.ઘટના સ્થળે પહોંચેલી પોલીસ કાર ઉપર હુમલો કરનાર દંપતી તેમજ રતી ને લઇ પોલીસ મથકે પહોંચી હતી. શૈલેષ મહેતા પણ પોલીસ મથકે દોડી ગયા હતા.રતી મહેતાએ 6 થી 7 જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક્ટીવા સવાર અકબરહુસેન મહંમદ રફીક શેખ અને તેની પત્નીની ધરપકડ કરી હતી.

Loading...
Loading...
Loading...