વડોદરામાં બે કાર વચ્ચે ગંભીર અકસ્માત, બંને પગ કપાઈ જતા એકનું મોત

વડોદરામાં સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક વૃદ્ધના બે પગ કપાઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું. અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. મકરબા રોડ પરવહેલી સવારે 5 વાગ્યે આ અકસ્માત થયો હતો.

Loading...

ઓમપ્રકાશ વિજ તેમના પુત્રને નોકરીએ જવાનું હોવાથી તેને મુકવા માટે વેગન આર કાર લઈને નીકળ્યા હતા. પુત્રને મૂકીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક સ્વિફ્ટ કાર સાથે તેમની કાર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોનેટનો ભાગ ડૂચો વળી ગયો હતો.

અકસ્માતની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઓમપ્રકાશ વિજના બંને પગ કપાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે મોત થયું હતું. સ્વિફ્ટ કારમાં સવાર બે લોકોને ગંભીર રીતે ઘવાયા હતા. હાલ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં છે.

Loading...
Loading...