ભયંકર વૈશ્વિક મંદી : HP બાદ આ મોટી બેંક 10 હજાર કર્મચારીઓને છુટ્ટા કરશે

હાલ અમેરિકા,ચીન તેમજ ભારત જેવા દુનિયાના દરેક મોટા દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. મંદીને કારણે મોટી કંપનીઓ મોટાપાયે કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે.  ભારતમાં ઓટોમોબાઇલ સેકટરની કંપનીએ કર્મચારીઓને છુટ્ટા કર્યા હતા ત્યારે હવે કૉમ્પ્યુર હાર્ડવેર બનાવનારી કંપની HP દ્વારા 10 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરવામાં આવી હતી.

Loading...

એટલુ  જ નહીં બેંકિંગ અને ફાયનાન્શિયલ કંપની HSBCએ પણ 10 હજાર કર્મચારીઓને હટાવવાનો નિર્ણય લઈ લીધો છે. ખર્ચ ઘટાડવા માટે તેણે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. આ અગાઉ કંપનીના CEOએ પોતાનું પદ છોડી દીધું હતું. આ કંપનીના નવા મુખ્ય નોએલ ક્વિનના ખર્ચ ઘટાડવાના અભિયાનનો હિસ્સો છે.

બેંકે ખુલાસો કર્યો હતો કે તે વૈશ્વિક સ્તરે પોતાના કર્મચારીઓની સંખ્યામાં 2 ટકાનો કાપ મૂકશે.ડ્યુશ બેન્ક એજી, સોસિએટ જનરેલ એસએ અને બાર્કલેઝ પીએલસી સહિતની યુરોપિયન બેન્કો નીચા વ્યાજ દર અને અર્થવ્યવસ્થાને કારણે હજારો નોકરીઓ કાપી રહી છે. એચએસબીસી લાંબા સમયથી એશિયા તરફ ધ્યાન આપી રહ્યું છે, જ્યાં તેણે વર્ષના પહેલા ભાગમાં તેના લગભગ 80% નફામાં કમાણી કરી.

Loading...
Loading...