કાળાધન મામલે સારા સમાચાર: સ્વિસ બેંકમાં કોના કેટલા રૂપિયા છે તેનું પહેલું લિસ્ટ બેંકે કેન્દ્ર સરકારને આપ્યું

કાળા નાણાં સામેની લડતમાં મોદી સરકારને મોટી સફળતા મળી છે. ભારત અને Switzerland વચ્ચે કાળા નાણાંની માહિતીના વિનિમયની નવી પ્રણાલી હેઠળ ભારતને સ્વિસ સરકાર તરફથી નાગરિકોના સ્વિસ બેંક ખાતાઓની પ્રથમ સૂચિ મળી છે.તે ભારતીયોના નામ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવી નથી.

Loading...

આ પહેલી વાર છે કે ભારતને એઈઓઆઈ ફ્રેમવર્ક હેઠળ સ્વિસ સત્તાવાળાઓ પાસેથી વિગતો મળી છે.જે નાણાકીય ખાતાઓ વિશેની માહિતીની આપ-લેની જોગવાઈ કરે છે.જો કે, માહિતી વિનિમય કડક ગોપનીયતા કલમો દ્વારા સંચાલિત થાય છે, અને એફટીએ અધિકારીઓએ સ્વિસ બેન્કોના ભારતીય ગ્રાહકો સાથે સંકળાયેલ ખાતાની સંખ્યા અથવા નાણાકીય સંપત્તિની માત્રા વિશે ચોક્કસ વિગતો જાહેર કરવાની ના પાડી હતી.

સ્વિસ બેંકોમાં ભારતીયોની કુલ જમા રકમ 2018માં લગભગ 6,757 કરોડ રુપિયા રહી છે.2018માં તમામ વિદેશી ગ્રાહકો દ્વારા સ્વિસ બેંકમાં જમા રકમ ચાર ટકાથી વધુ ઘટીને 99 લાખ કરોડ રુપિયાના સ્તરે પહોંચી હતી. સ્વિસ બેંકોમાં બ્લેક મની જમા કરાવવાની યાદીમાં ભારત છેક 74મા નંબરે છે.

Loading...

નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત પાસે પ્રાપ્ત ડેટા, જેની પાસે કોઈ પણ હિસાબ વિનાની સંપત્તિ છે, તેમની સામે કાયદેસર કાર્યવાહી ચલાવવા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે, કારણ કે તે જમા કરાવતી અને સ્થાનાંતરણની સંપૂર્ણ વિગતો પૂરી પાડે છે, જેમાં સિક્યોરિટીઝ અને અન્ય રોકાણ સહિતના તમામ કમાણીની વિગતો આપવામાં આવે છે.

Loading...
Loading...