યુવક-યુવતી આપત્તીજનક સ્થિતિમાં પકડાયા તો પરિવારે એવું કર્યું કે જાણીને નવાઈ લાગશે

આપણે હમેશા જોયું હશે કે યુવતી સાથે કોઈ યુવક પકડાય તો યુવતીનો પરિવાર યુવક સાથે મારપીટ કરતો હોય છે પણ નોઇડામાં એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. વાત એવી છે કે યુવક-યુવતીને આપત્તિજનક સ્થિતિમાં પરિવારે પકડ્યા હતા. પહેલા તો યુવતીના પરિવારે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી પણ પછી જે થયું એ જાણીને નવાઈ લાગશે.

Loading...

જાણકારી મુજબ રબૂપુરામાં રહેતો યુવક તેની મિત્રને મળવા માટે મોડીરાત્રે આવ્યો હતો. ઘરના બધા સુઈ ગયા બાદ યુવક અને યુવતી બંને રુમમાં આપત્તિજનક સ્થિતિમાં હતા ત્યારે જ પરિવારે જોઈ જતા બંનેને પકડી લીધા હતા. યુવતીના પરિવારે પોલીસ બોલાવીને યુવક સામે દુષ્કર્મનો આરોપ લગાવીને  ફરિયાદ કરી હતી જેથી યુવકની ધરપકડ થઇ હતી.

જો કે તપાસમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા બંને પરિવાર વચ્ચે યુવક-યુવતીના લગ્નની વાત કરવામાં આવી હતી પણ સબંધ શક્ય બન્યો ન હતો.  છતા યુવક અને યુવતી મળતા રહેતા હતા. જેથી બંને વચ્ચે પ્રેમ સબંધ હોય યુવતીના પરિવારે સમાધાન કર્યું અને બંને ના લગ્ન કરાવી દીધા હતા.

Loading...
Loading...