ગરબા રસિકો માટે મહત્વના સમાચાર, જાણૉ આજે કેવું રહેશે વાતાવરણ

અમદાવાદ સહીત રાજ્યમાં નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ યથાવત રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદે પહેલા 3 નોરતા તો બગાડ્યા હતા અને હવે નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે ત્યારે વરસાદ પડશે કે નહીં તે અંગે હવામાન વિભાગે માહિતી આપી છે.

Loading...

હવામાનશાસ્ત્રીના જણાવ્યા મુજબ વેધર સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝરમર વરસાદ થઇ શકે છે. જો કે હાલ ક્યાંય ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી નથી.

આગાહી પ્રમાણે બનાસકાંઠા, વલસાડ, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. શનિવારે અમદાવાદના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. રવિવારે સાંજે અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

Loading...
Loading...
Loading...