BjpCongressGujarat

“ગુજરાતમાં ઘરે ઘરે દારૂ” ના નિવેદન મામલે રૂપાણી ભડક્યા, કોંગ્રેસ વિશે શું કહ્યું જાણો

દારૂબંધી Liquor Ban પર રાજસ્થાનના CM અશોક ગહલોતે કહ્યુ હતું કે હું દારૂબંધીનું સમર્થન કરું છું.એક વાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ નિષ્ફળ રહ્યો હતો. આઝાદી બાદથી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ ત્યાં દારૂ સૌથી વધુ વેચાય છે.ઘરે-ઘરે દારૂ પીવાય છે. અશોક ગહેલોતના આ નિવેદન પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભડક્યા હતા અને કહ્યું કે અશોક ગહલોતે ગુજરાતની જનતાની માફી માંગવી જોઇએ.

રૂપાણીએ કહ્યું કે એક પછી એક ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસને કળ વળી નથી.કૉંગ્રેસીઓનાં જીભ અને મગજનાં જોડાણ તૂટી ગયા હોય એવું લાગે છે. ગેહલોતજીએ ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય છે તેવું કહીને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડીયા કહ્યાં છે તે તેમને શોભતું નથી.

તેમણે તમામ ગુજરાતીઓની માફી માંગવી જોઇએ.ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરવા તે તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહીં કરે.કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી અને સરદાર પણ ગમતા નથી.મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે.

અશોક ગેહલોતનાં નિવેદનનો વિરોધ પણ કરવામાં આવ્યો છે. નવસારીનાં વાંસદામાં વિરોધ નોંધાવાયો છે.ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દહન કરીને વિરોધ કરાયો છે. ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ હાયહાય ના નારા પણ લગાવ્યા હતા.આમ કોંગ્રેસના દિગ્ગ્જ નેતાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Back to top button