BjpGujarat

દારૂ વિવાદ: શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે CMના બંગલા પાછળ જ દારૂની ભઠ્ઠી ચાલે છે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં ઘરે ઘરે દારૂ પીવાય છે. આ નિવેદન બાદ ગુજરાતના CM વિજય રુપાણીએ કહ્યું કે આ સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન છે. રુપાણીએ કહ્યું કે તાકાત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરીને બતાવો.

વિજય રુપાણીએ કહ્યું છે કે ઘરે-ઘરે દારુ પીવાય છે તેનો મતલબ કે પ્રત્યેક ગુજરાતી દારુ પીએ છે.આ વાતનો અમે વિરોધ કરીએ છીએ. આવી વાત કરવા બદલ કોંગ્રેસ અને ગેહલોતે ગુજરાતની માફી માગવી જોઈએ. જો કે હ્વવા ગેહલોતની વાતનું સમર્થન કરીને શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે દારુબંધી પર વિચાર કરવો જોઈએ કે દારૂબંધી રાખવી કે નહીં.

ગેહલોતની વાતને સમર્થન આપતા NCP નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. શંકરસિંહે કહ્યું  કે ગુજરાતમાં દારુબંધી છે તો દારુ કેમ છે? અને દારુ છે તો દારુબંધી કેમ છે?

ગુજરાતનો એક કિલોમીટર એવો નહીં હોય જ્યાં દારુની પોટલી નહીં મળતી હોય. તેમણે કહ્યું કે રાજ્યપાલના બંગલાની પાછળ અને મુખ્યમંત્રીના બંગલાની પાછળ દારુની ભઠ્ઠીઓ ચાલતી હોય અને સરકાર દારૂબંધી ની વાત કરે તો તે શરમજનક છે.

Back to top button