CrimeIndia

એકતરફી પ્રેમમાં યુવકે મહિલા ટીચર ને જીવતી સળગાવી દીધી

એક 27 વર્ષીય પરિણીત મહિલા કે જે કોલેજમાં ભણાવે છે, તેણે લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ તેને જીવતી સળગાવી દેવામાં દેવાની ઘટના સામે આવી છે.આ ખૌફનાક ઘટના મહારાષ્ટ્રના વર્ધા જીલ્લાની છે.આ ઘટના સોમવારે સવારે સાત વાગ્યે વર્ધાના હિંગનઘાટના નંદોરી ચોકની છે. પેટ્રોલથી બળીને પીડિતની હાલત ગંભીર છે. તેની સારવાર પ્રથમ પેટા-જિલ્લા હોસ્પિટલમાં કરવામાં આવી હતી, બાદમાં તેને નાગપુરના ઓરેંજ સિટી હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી.

આ અંગે હિંગળાઘાટ પોલીસ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે પીડિતાની ઉંમર 24 વર્ષ છે. તે છેલ્લા 7 મહિનાથી મહિલા કોલેજમાં ભણાતી હતી.આ માણસે પીડિતા પ્રત્યે ઘણી વખત પ્રેમ વ્યક્ત કર્યો હતો પરંતુ પીડિતાએ હા પાડી ન હતી. ત્યારે ગુસ્સામાં યુવકે પેટ્રોલ છાંટીને યુવતીને આગને હવાલે કરી દીધી હતી.

ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી પીડિતાને ઇચ્છતો હતો. આરોપી પોતે પણ પરિણીત છે.પીડિતા સાથે તેની ઓળખાણ હતી. તે પીડિતાના લગ્ન અન્યત્ર નક્કી થતાં નાખુશ હતો, ત્યારબાદ તેણે પીડિતાને સળગાવવાનું ભયાનક પગલું ભર્યું.

હાલ યુવતી ત્રીજા ગ્રેડના ડીપ બર્ન્સથી પીડાય રહી હોવાનું મનાય છે, ખોપરી ઉપરની ચામડી, ચહેરો, જમણા ઉપલા અંગ, ડાબા હાથ, ઉપલા પીઠ, સંપૂર્ણ ગળા ઉપરાંત શ્વસનતંત્રને અસર થઇ છે.

Back to top button