AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ: મહિલાને ઉતાવળ ભારે પડી, ST બસમાં ચઢવા જતા વ્હીલ ફરી વળતા મોત , CCTV માં ઘટના કેદ

અમદાવાદના પૂર્વ વિસ્તાર મેમ્કોમાં આજે એસટી બસે એક મહિલાનો જીવ લીધો હતો. મેમકો પાસે એક મહિલા એસ.ટી. બસમાં ચઢવા જઇ રહી હતી ત્યારે બસની ટક્કર વાગી હતી અને નીચે પડી ગઈ. નીચે પડી જતા તેના પરથી બસ પસાર થઈ જતા મહિલાનું મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

અમદાવાદ પ્રાંતિજની એસટી બસ મેમ્કો ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે મુસાફરો બસમાં બેસવા માટે પડાપડી કરાઈ રહયા હતા.બસચાલકે ટ્રાફિક હોવાથી બસને સાઈડમાં લેવા આગળ વધારી હતી પણ લોકો બસમાં બેસવા માટે બસની સાથે જ ચાલતા હતા. ધક્કામુક્કી દરમિયાન એક મહિલા બસ સાથે અથડાઈ હતી અને નીચે પટકાઈ હતી.

બસ સાથે પટકાતા જ તે બસના ટાયર નીચે આવી ગઈ હતી.ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતુ.ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે લોકો ઉતાવળ કરી રહ્યા હતા જયારે બસની સ્પીડ સામાન્ય જ હતી. બસ મહિલા પર ફરી વળતા જ નજરે જોનારા લોકો હેબતાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી ગઈ હતી અને કાર્યવહી હાથ ધરી હતી.બસ પણ ઘટનાસ્થળે જ હાજર હતી જેથી બસચાલકની પણ પુછપરછ થઇ શકે.

Back to top button