BjpCongressGujaratPolitics

રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં પણ બળવો થશે? જાણો વિગતે

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ 20 ધારાસભ્યોએ કોંગ્રેસમાથી રાજીનામુ આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી જાય તેવી પુરી સંભાવના છે.ગુજરાતમાં પણ રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી થવાની છે ત્યારે હવે કોંગ્રેસ નેતાઓના જીવ અધ્ધર થઇ ગયા છે.

ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક માટે 26 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી છે.આ ચૂંટણીમાં ભાજપ એક બેઠક ગુમાવી શકે તેમ છે.ભાજપ 2 બેઠકો જાળવી રાખવા માટે મોટો ખેલ પાડી શકે છે.2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોએ પાંખ પલટો કર્યો હતો ત્યારે આ વખતે પણ ભાજપ પુરી તૈયારીમાં છે.

થોડા દિવસ પહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં કોગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા ઓફર કરી હતી. તેમણે પછી પણ કહ્યું હતું કે ઘણા કોંગ્રેસના ધારાસભ્યો મોદી સરકારની કામગીરીથી પ્રભાવિત છે તેઓ ભાજપમાં આવી શકે છે. રાજ્યસભામાં ભાજપ એક બેઠક ગુમાવી શકે તેમ છે ત્યારે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો ને પોતાની સાથે લેવા વ્યૂહરચના ઘડી શકે છે. ભાજપમાં સામેલ કરીને તેમને હોદ્દા ની પણ ઓફર કરી શકાય છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કહ્યું હતુ કે અમારી કામગીરી જોઇને કોઈ આવવા માંગતા હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ.

રાજ્યસભાની ચૂંટણીની વાત કરીએ તો ગુજરાતને ભાગે 11 સીટ આવે છે.હાલમાં ભાજપ પાસે 7 અને કોંગ્રેસ પાસે 4 સીટ છે. કોંગ્રેસને બે સીટ જીતવા 74 મતની જરૂર પડશે. કોંગ્રેસને બે મત ખુટવાના છે જેની ભરપાઈ કરવા અપક્ષ ધારાસભ્ય મેવાણી અને બીટીપીના બે સભ્યોનો સાથ જોઈશે. જ્યારે ભાજપને ત્રણ બેઠક જીતવા 8 સભ્યોની ઘટ પડી શકે છે એટલે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો તોડીને અથવા ક્રોસ વોટિંગ કરાવીને સીટ જીતી શકાય તેમ છે.

Back to top button