Crime

ચોરીના આશયથી ઘરમાં ઘૂસેલા શખ્શે છરી બતાવી મહિલા વકીલ સાથે ન કરવાનું કર્યું, જાણો વિગતે

દિલ્હીના જંગપુરામાં એક મહિલા વકીલ સાથે બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી ચોરીના હેતુથી પહેલા મહિલાના ઘરે પ્રવેશ કર્યો હતો. મહિલાને ઘરમાં એકલી જોઇને આ શખ્સે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

બળાત્કાર પછી આરોપી ગળેફાંસો ખાઈનેમહિલા વકીલનું ગળું દબાવી ભાગી ગયો હતો. આરોપીને લાગ્યું કે મહિલાનું મોત થઈ ગયું છે.અહી ઉલ્લેખનીય છે કે આ ઘટના શુક્રવારની છે. આ શખ્સે મહિલાને ધમકી આપી હતી કે જો તે અવાજ કરશે તો તે છરી મારીને તેને મારી નાખશે. તમને જણાવી દઈએ કે આ આરોપીનું નામ સોનુ છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી સ્થળથી થોડે દૂર સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો, ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સોનુએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ચોરીના ઇરાદે મહિલાના ઘરે પ્રવેશ્યો હતો. જ્યારે તેણે મહિલાને એકલી જોઇને બળાત્કારની આ ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ જણાવ્યું કે તેણે બળાત્કાર બાદ મહિલા વકીલનું ગળું પણ દબાવ્યું હતું.

ગળું દબાવાથી મહિલા બેહોશ થઈ ગઈ હતી. મહિલાનું મોત થઈ ગયું હોવાનું સમજી આરોપી ત્યાથી ભાગી ગયો હતો,તમને જણાવી દઈએ કે આરોપી મહિલાનું ડેબિટ કાર્ડ, મકાનમાં રાખેલી રોકડ રકમ અને કેટલીક મહત્વની ચીજવસ્તુઓ પણ પોતાની સાથે લઈ ગયો હતો.અહી ઉલ્લેખનીય છે કે આરોપીનો જુનો ગુનાહિત રેકોર્ડ છે. આરોપી સોનુ દિલ્હીના તૈમૂર નગરનો રહેવાસી છે.

પોલીસના જણાવ્યા મુજબ સ્થળથી થોડે દૂર સીસીટીવી રેકોર્ડ મળી આવ્યા હતા, જેમાં આરોપી કેદ થઈ ગયો હતો. પૂછપરછમાં મહિલાએ આપેલા વર્ણનના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ આરોપીએ તેનો ગુનો કબૂલ્યો છે.

Back to top button