BjpIndiaNarendra Modi

ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલના ભાવ વધ્યા: સરકારે 10-15 રૂપિયા ડ્યુટી ન વધારી હોય તો પેટ્રોલ આટલું સસ્તું મળે

Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ ફરી એકવાર તેલની કિંમતમાં વધારો શરૂ કરી દીધો છે. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 57 પૈસાનો વધારો થયો છે.એક લિટર ડીઝલ પર 59 પૈસા વધારો કરવામાં આવ્યો છે.છ દિવસમાં પેટ્રોલની કિંમત 3.31 અને ડીઝલની 3.42 રૂપિયા વધી છે.

ગુજરાતમાં પેટ્રોલ 70.34 અને ડીઝલ 68.34 પ્રતિ લિટર થઈ ગયું હતું. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 12.50 વેટ લગાડવામાં આવે છે. અહીં ચોંકાવનારી વાત એ છે કે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના ભાવ 66 ટકા સુધી ઘટી ગયા છે પણ મોદી સરકારે જનતાને ફાયદો ન થવા દીધો અને છેલ્લા 3 મહિનામાં બે વખત પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી.

જાણકારોના મત મજુબ હો સરકારે ડ્યુટી ન વધારી હોત તો પેટ્રોલ-ડીઝલ આજે 15થી 20 રૂપિયા સસ્તું મળતું હોત. જાન્યુઆરીમાં ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર પ્રતિબેરલ હતો જે એક સમયે 21 ડોલર થયો હતો અને હાલમાં 38 ડોલર છે. પણ આ બધો લાભ જનતાને ન મળ્યો કેમ કે મોદી સરકારે
13 માર્ચે ટેક્સમાં વધારો કર્યો અને પેટ્રોલ પર ટેક્સ 20 રૂપિયા અને ડીઝલ પર 14 રૂપિયા કરી દીધો. બાદમાં અન્ય સેસ લગાવીને પેટ્રોલ પર એક્સાઈઝનો દર 32.98 રૂપિયા અને ડીઝલ પર 31.83 રૂપિયા કરી દીધો.