BjpElectionGujarat

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ ભાજપને મોટો ઝટકો,ભાજપના આ ધારાસભ્ય વોટ નહીં આપી શકે..

અત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે એવામાં જ રાજ્યસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપને મોટા ઝટકા રૂપ સમાચાર સામે આવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની અયોગ્યતાને સમર્થન આપતા ગુજરાત હાઇકોર્ટના 2019ના આદેશ પર સ્ટે મુકવાનો સખ્ત ઇનકાર કરી દીધો છે.અહી ઉલ્લેખનીય છે કે પબુભા માણેકે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે હાઇકોર્ટના હુકમ પર સ્ટે મુકવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી.અહી ઉલ્લેખનિય છે કે 19 જૂને રાજયસભાની ચૂંટણીને લઈને મતદાન થનાર છે પરંતુ પબુભા માણેક 19 જૂને યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણીમાં મત આપી શકશે નહીં.