CongressGujaratMadhya GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ, પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી

ગુજરાત સરકાર દ્વારા બે રૂપિયાનો વધારો કરતાં પેટ્રોલ ડિઝલ મોંઘા થયા છે. કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવ વધારા મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો મળીને આશરે 60 લોકોની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે કોરોના મહામારીમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે ત્યારે સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ભાવવધારો કરી રહી છે.સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાલિકાના વિપક્ષ નેતા પ્રફુલભાઈ તોગડીયા સહિત 60 થી વધુ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા સૂત્રોચ્ચારો કર્યાં હતા.રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. જેથી સયાજીગંજ પોલીસે દેવાંગ ઠાકોર સહિત 15 કાર્યકરોની અટકાયત કરી હતી. રાજકોટ,જામનગરમાં પણ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ થાળી વગાડીને સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.