Ahmedabad

અમદાવાદમા બે પટેલ ભાઈઓએ પોતાના ચાર બાળકોની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી,કારણ..

અમદાવામાં એક દિલધડક ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક રીતે આત્મહત્યા કરી લીધી છે.મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને તેમના ઘરમાંથી મળી આવ્યા છે.આ મૃત્યદેહ મળવાથી વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટના બાદ પંથકમાં ચકચાર મચી જવા પામી છે બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આવું હિન પગલું ભર્યું અને જીવન સામે હારી ગયા તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી.મળતી માહિતી મુજબ વાત કરીએ તો, મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ છે તેમજ જેમની હત્યા કરી છે એવા તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અહી ઉલ્લેખનીય છે કે બંને ભાઈઓ એક કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. તેઓએ તેમના બાળકોને ફરવા લઇ જવાનું કહીને બાળકોને લઇને તેઓ ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં વિંઝોલમાં ફ્લેટ પર આવીને તેમણે તેમના બાળકોની હત્યા કરી હતી અને બાદમાં તેઓ બંનેએ આપઘાત કરી લીધો હતો. સૂત્રોના મુખે ચર્ચાટી માહિતી મુજબ આપઘાતનું કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે.