AhmedabadGujarat

અમદાવાદ : કોરોના વાયરસ પોઝિટિવ આવતા મહિલાએ ભર્યું આવું પગલું,જાણીને પોલીસ પણ હેરાન..

અત્યારે સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. તમે સૌ કોઈ જાણો છો કે કોરોના વચ્ચે કેટલીય ઘટનાઓ પ્રકાશમાં આવી છે.પરંતુ આજે અમે તમને જે વિષે વાત કરવા જઈ રહ્યા છીએ એવી ઘટના સૌ પ્રથમ વખત પ્રકાશમાં આવી છે. અમે તમને જણાવી દઈએ કે અમદાવાદમા પ્રકાશમાં આવેલ આ ઘટનામાં એક મહિલાએ પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમા મેઘાણીનગરમાં રહેતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેણે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી કરી લીધો છે. તમને જણાવી દઈએ કે પોતાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવવાના કારણે કોઈએ આપઘાત કર્યો હોવાની આ સૌ પ્રથમ ઘટના હોવાનું માનવામાં આવે છે. આ મહિલા તેના પતિ સાથે છુટાછેડા લીધા બાદ તેના દિકરા સાથે રહેતી હતી. મળતી માહિતી અનુસાર તેની પુત્રી પરિણીત છે અને તેના પતિ સાથે તે ઓસ્ટ્રેલિયા રહે છે એમ પોલીસને આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

આ સમગ્ર ઘ્ત્યના અંગે વાત કરવામાં આવે તો મેઘાણીનગરમાં નેતાજીનગર રામેશ્વર ખાતે રહેતી મહિલા કે જેમનું નામ વીનુબહેન બાબુભાઈ નાયર છે અને એમની ઉમર 48 વર્ષ બ્તવવામાં આવે છે . આ મહિલાએ ૧૮ જુનના રોજ બપોરે ૧ થી ૧.૩૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની પોલીસને જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ આ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘટનાની આગળની તપાસ હાથ ધરી હતી.

પોલ્સ ધ્વારા મળતી માહિતી અનુસાર જ્યારે આ બનાવ બન્યો એ વખતે તેમનો 20 વર્ષીય દિકરો સુમિત બાબુભાઈ નાયર બહાર હતો. અને દીકરો બહાર હોવાથી એકલતાનો લાભ લઈને મહિલાએ આ પગલું ભર્યું હતું. આ ઘટના મુદ્દે પોલીસે સુમિતની પુછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે તેની માતા છેલ્લા છ મહિનાથી ચામડીની એલર્જીથી પિડાતી હતી. તેને છેલ્લા ૧૫ દિવસથી સતત તાવ આવતો હતો અને માથુ પણ ધુખતું હતું. જેને પગલે ૧૭ જુનના રોજ વીનુબહેનનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને ૧૮ જુનના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેઓ માનસિક રીતે ખૂબ જ ચિંતિત હતા. જેને પગલે તેમણે કોરોનાની આ બિમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.બાદમાં પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે.

આ મહિલા વીનુબહેન વિષે વાત કરીએ તો ૨૦૦૦ ની સાલમાં તેમના લગ્ન થયા હતા. જોકે તેણે બાદમાં કોઈ કારણોસર તેમના પતિ સાથે છુટાછેડા લીધા હતા. તેનો દિકરો સુમિત અત્યારે કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યારે દિકરી પરિણીત છે અને તે તેના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે, એમ પોલીસે કહ્યું હતું. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના વાઈરસને કારણે કોઈએ આત્મહત્યા કરી હોય એવી આ પહેલી ઘટના હોવાનું માનવામાં આવે છે.